પુણે જિલ્લાની એક સરકારી આદિવાસી હૉસ્ટેલ પર વિદ્યાર્થિનીઓનો ગંભીર આરોપ

14 December, 2025 06:54 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આવી ઘટના માટે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત મહિલા આયોગ પણ આ કેસમાં પણ કાર્યવાહી કરી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પુણે જિલ્લામાં એક સરકારી આદિવાસી હૉસ્ટેલ પર ગંભીર આરોપો સામે આવ્યા છે. અહીંની ઘણી વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો છે કે વેકેશન પછી તેઓ હૉસ્ટેલમાં પાછી ફરે ત્યારે હૉસ્ટેલ દ્વારા તેમની પ્રેગ્નન્સી-ટેસ્ટ કરાવવામાં આવે છે. આરોપોથી ઘેરાયેલી આ હૉસ્ટેલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં આવે છે.

વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે ‘ઘરેથી હૉસ્ટેલમાં આવીએ ત્યારે અમને ટેસ્ટ માટેની કિટ આપવામાં આવે છે અને સરકારી હૉસ્પિટલમાં જવું પડે છે. ટેસ્ટનું નેગેટિવ રિઝલ્ટ ડૉક્ટર સામે દેખાડીને ડસ્ટબિનમાં નાખવું પડે છે. એ પછી જ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે.’

આ બાબતે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના કમિશનરે કહ્યું હતું કે ‘હૉસ્ટેલમાં સ્ટુડન્ટ્સની પ્રેગ્નન્સી-ટેસ્ટ માટે કોઈ નિયમ નથી. આવું થતું હોય તો એને તાત્કાલિક બંધ કરી દેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આવી ઘટના માટે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે.’ આ ઉપરાંત મહિલા આયોગ પણ આ કેસમાં પણ કાર્યવાહી કરી રહ્યું છે.

mumbai news mumbai pune pune news Crime News