11 February, 2025 08:25 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પોલીસની ફાઇલ તસવીર
Pune News: શિવસેનાના કાર્યકર્તા અને મહારાષ્ટ્રના પૂર્વ આરોગ્ય મંત્રી તાનાજી સાવંતના દીકરાને લઈને ન્યૂઝ વહેતા થયાં હતા. એવું કહેવાઈ રહ્યું હતું કે તેનું અપહરણ થઈ ગયું છે. પણ, હવે માહિતી સામેઆવી રહી છે કે ઘરેથી રિસાઇને ભાગી ગયેલો તેમનો દિકરો પૂણેના એરપોર્ટ પર ઊતર્યો છે.
કોઈ જ કારણ વગર ઘરેથી નીકળી ગયો દીકરો?
પ્રાપ્ત માહિતી અનુસાર બેંકોક ગયેલા ઋષિરાજ સાવંત હવે પૂણેમાં પોતાના ઘરે પાછો આવી (Pune News) ગયો છે. આ વિશે તાનાજી સાવંતે કહ્યું હતું કે, "અમારા બંને વચ્ચે કોઈ વિવાદ થયો નથી, પરંતુ અમને ઘરે જણાવ્યા વિના જ ઋષિરાજ શા માટે બેંગકોક ગયો હતો તેનું કારણ અમે શોધી કાઢીશું."
તાનાજી સાવંતે તો દીકરાનું અપહરણ તહી ગયું છે એવો દાવો કર્યો હતો
દીકરાને ઘરમાં ન જોતાં જ તાનાજી સાવંતે તો પોલીસમાં ફરિયાદ કરી નાખી હતી. તાનાજી સાવંતે એવો દાવો કર્યો હતો કે તેમના 32 વર્ષના પુત્ર ઋષિરાજનું કેટલાક લોકોએ અપહરણ કરી નાખ્યું છે. આમ તો અમે દિવસમાં 10થી 15 વખત કોઈને મકોઈ મુદ્દે વાત કરતાં હતા પણ, આમ અચાનક, કંઇ બોલ્યા વગર તે ઘરેથી નીકળી ગયો છે. અમારા ઘરમાં તો અમે સૌ પરિવારને જાણ કર્યા વગર ક્યાંય જતા પણ નથી. પણ મારો દીકરો ક્યાં ગયો છે તે વિશે તેણે કોઈ વાત કરી ન હોવાથી અમને ચિંતા થઈ રહી છે."
તમને જણાવી દઈએ કે તાનાજી સાવંતનો દીકરો ઋષિરાજ સોમવારે સવારે જ કેટલાક ફ્રેન્ડ્સ જોડે બેંગકોક જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પોલીસ (Pune News)ને સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ સમાચાર આપવામાં આવ્યા હતા. સમાચારમાં એવું કહેવાયું કે ભાઈ, કોઈએ પૂર્વ મંત્રીના દીકરાનું અપહરણ કર્યું હતું અને તેને કારમાં લઈને જતાં રહ્યા છે. પણ પાછળથી ખબર પડી હતી કે તે બીજું કોઈ નહીં તેના મિત્રો જ હતા.
પછી તો પોલીસ બરાબરની કામે લાગી ગઈ. ઋષિરાજ વિશેષ ચાર્ટર ફ્લાઇટમાંથી બેંગકોક તરફ જઇ રહ્યો છે એવું ધ્યાનમાં આવતા જ પૂણેના પોલીસ કમિશનરે એર ઇન્ડિયા ઓથોરિટીની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી હતી અને વિમાનને અધવચ્ચેથી જ પાછું લાવવાનું કહેવામાં આવ્યું (Pune News) હતું. અને રાત્રે 8.20 વાગ્યે પૂણે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. પૂણે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
જોકે, ઋશિરાજ હજી તો ગયા અઠવાડિયે જ દુબઈથી પાછો આવ્યો હતો. અને હવે ફરી અચાનક બીજી યાત્રાએ (Pune News) નીકળી ગયો હોવાને કારણે પરિવાર માટે તે ચિંતાનો વિષય બની ગયો. કદાચ પિતાજી ગુસ્સો કરશે એ ડરથી એણે ઘરમાં વાત કરી નહોતી.