જીવનદાતાને આપ્યું જીવનદાન: પુરંદરના વિધાનસભ્ય વિજય શિવતારેને દીકરીએ કિડની આપીને નવજીવન આપ્યું

31 March, 2026 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુરંદરના વિધાનસભ્ય વિજય શિવતારે કિડની-ફેલ્યરને લીધે છેલ્લા કેટલાક સમયથી ડાયાલિસિસ પર હતા

વિજય શિવતારે, મમતા શિવતારે

પુરંદરના વિધાનસભ્ય વિજય શિવતારેને દીકરી મમતા શિવતારેએ પોતાની કિડની આપીને પપ્પાને જીવતદાન આપ્યું છે. આ કિસ્સો પ્રકાશમાં આવતાં લોકોએ પિતા-પુત્રીના સ્નેહ અને સમર્પણની ભારે પ્રશંસા કરી છે.

પુરંદરના વિધાનસભ્ય વિજય શિવતારે કિડની-ફેલ્યરને લીધે છેલ્લા કેટલાક સમયથી ડાયાલિસિસ પર હતા. તેમનું સ્વાસ્થ્ય દિવસે-દિવસે બગડતું જતું હતું એ દરમ્યાન તેમની દીકરી ડૉ. મમતા શિવતારેએ પોતાની એક કિડની પિતાને દાન કરવાનો નિર્ણય લીધો અને એ પછી કિડની-ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ગઈ કાલે મુંબઈમાં સફળતાપૂર્વક પાર પડી હતી.

mumbai news mumbai political news maharashtra news