26 December, 2025 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં નોકરી આપવાના બહાને લોકોના આધાર કાર્ડ-પૅન કાર્ડ્સ ભેગા કરીને એનો ઉપયોગ ૩૫ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવા માટે થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ લોકોના ડૉક્યુમેન્ટ્સ ભેગા કરીને એનો દુરુપયોગ કર્યો હતો.
આરોપીએ નોકરી માટે અરજીના નામે લોકો પાસેથી આધાર, પૅન, ફોટોગ્રાફ્સ સહિતના મહત્ત્વના દસ્તાવેજો ભેગા કર્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરરીતિથી બનાવટી સાઇન દ્વારા તેમના નામે બૅન્ક-અકાઉન્ટ્સ પણ બનાવવામાં આવ્યાં હતાં. આવી જ એક પીડિત વ્યક્તિની જાણ બહાર તેના નામે કંપની રજિસ્ટર કરવામાં આવી હતી અને કરન્ટ અકાઉન્ટ પણ ઑપરેટ થઈ રહ્યાં હતાં. આવી ગેરરીતિથી ખોલવામાં આવેલાં અકાઉન્ટ્સમાંથી ૩૫ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. અંબરનાથમાં રહેતા ૨૭ વર્ષના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે એના ડૉક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. એ પછી પોલીસે શરૂ કરેલી તપાસમાં આ રૅકેટ બહાર આવ્યું હતું.