ગ્રોથ અને ઇનોવેશનને વેગ આપવા માટે રેડિયો સિટીએ લીડરશિપ ટીમને મજબૂત કરી

17 November, 2025 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીડરશિપ એક્સલન્સ, કોલૅબરેશન્સ અને ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ સૉલ્યુશન્સ માટેની રેડિયો સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવતો નિર્ણય

રેડિયો સિટી

ભારતની ઑડિયો-એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણી રેડિયો નેટવર્ક રેડિયો સિટીએ મહત્ત્વનાં પદો માટે નિયુક્તિ જાહેર કરી છે. આ નિયુક્તિથી નેટવર્કના બિઝનેસ ઑપરેશન્સ વધુ મજબૂત થશે અને જુદી-જુદી માર્કેટ્સમાં નેટવર્કના વિકાસને પણ વેગ મળશે.

ઑપરેશન્સને સ્ટ્રીમલાઇન કરવા, રીજનલ સ્ટ્રૅટેજીને વધારે મજબૂત કરવા અને રેવન્યુ-ગ્રોથને ગતિ આપવા માટે વિશિષ્ટ લીડરશિપ સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સમર્થ લીડર્સની આ નવી ટીમની સાથે રેડિયો સિટીએ FM રેડિયોમાં વધુ પ્રભુત્વ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત ડિજિટલ અને બ્રૅન્ડેડ કન્ટેન્ટ ઇકોસિસ્ટમ્સ અને ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ પ્લૅટફૉર્મ્સમાં વ્યાપ વધારવા માટે પણ કામ કરશે. સતત ઇનોવેશન, કોલૅબરેશન, હાઇપર-લોકલ એન્ગેજમેન્ટને મહત્ત્વ આપીને રેડિયો સિટી ભારતભરના લાખો લોકોને એન્ટરટેઇનમેન્ટ, કનેક્ટ અને પ્રેરણા પૂરી પાડતું આવ્યું છે.

મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એબ થૉમસે નવી અપૉઇન્ટમેન્ટ્સ વિશે કહ્યું હતું કે ‘રેડિયો સિટીમાં અમારું માનવું છે કે મજબૂત લીડરશિપ અને કોલૅબરેશન અમારી ગ્રોથ સ્ટોરીને ગતિ આપે છે. અમારે ત્યાં વિકસિત થયેલી ટૅલન્ટને પ્રોત્સાહન આપવા સાથે નવી ઊર્જા તથા દૃષ્ટિકોણને પણ સંસ્થામાં સ્થાન આપવામાં અમારી પ્રતિબદ્ધતા આ અપૉઇન્ટમેન્ટ્સ દર્શાવે છે.’

રેડિયો સિટીના ચીફ રેવન્યુ ઑફિસર

અવિનાશ નાયરે કહ્યું હતું કે ‘રેડિયો સિટીમાં અમારી તાકાત અમારા લોકો છે. ક્લાયન્ટ્સ અને ઑડિયન્સ સાથે અર્થપૂર્ણ ભાગીદારીને સાકાર કરવાની આ લોકોની ક્ષમતા અમારી ખરી શક્તિ છે. આ નવી લીડરશિપ ટીમ રેડિયો સિટીના વિકાસ, ઇનોવેશન અને દેશભરમાં રહેલા અમારા શ્રોતાઓ સાથેના કનેક્શનને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’

આલોક સક્સેના : હેડ ઑફ સેલ્સ (નૉર્થ, ઈસ્ટ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગવર્નમેન્ટ)

આલોક સક્સેના દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઈસ્ટર્ન માર્કેટ્સ તથા ગવર્નમેન્ટ સાથેનાં ઑપરેશન્સનું નેતૃત્વ કરશે.

વિનોદન પી.: હેડ ઑફ સેલ્સ (સાઉથ, ગુજરાત અને મહારાષ્ટ્ર)

સાઉથ રીજનની જવાબદારી સંભાળતા વિનોદન હવે ગુજરાત અને રેસ્ટ ઑફ મહારાષ્ટ્રની માર્કેટ્સની જવાબદારી પણ સંભાળશે.

મહેન્દ્ર મેનેઝિસ : હેડ ઓફ સેલ્સ (મુંબઈ અને મધ્ય પ્રદેશ)

મહેન્દ્ર મેનેઝિસ હવે મુંબઈ અને ઇન્દોરની ટીમને લીડ કરશે. રેડિયોના સૌથી મહત્ત્વનાં રેવન્યુ સેન્ટર્સમાં ગણાતાં આ સેન્ટર્સની ટીમને મહેન્દ્રના અનુભવ અને સ્ટ્રૅટેજિક વિઝનનો લાભ મળશે.

લોચન કોઠારી : વાઇસ પ્રેસિડન્ટ અને હેડ ઑફ માર્કેટિંગ

લોચન કોઠારી માર્કેટિંગ ફંક્શનની કામગીરીનો ચાર્જ સંભાળશે. આ ઉપરાંત તેઓ બ્રૅન્ડ સ્ટ્રૅટેજીને લીડ કરશે અને તમામ પ્લૅટફૉર્મ્સમાં કન્ઝ્યુમર કનેક્ટને વધુ મજબૂત કરવા માટે કામ કરશે.

રેડિયો સિટી વિશે
રેડિયો સિટી એ મ્યુઝિક બ્રૉડકાસ્ટ લિમિટેડ (MBL)ની ફ્લૅગશિપ બ્રૅન્ડ છે. શરૂઆતથી જ રેડિયો સિટી ભારતભરના લાખો શ્રોતાઓને મનોરંજન પૂરું પાડીને FM રેડિયો ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. ૩૯ માર્કેટ્સમાં ઉપસ્થિતિ ધરાવતી આ બ્રૅન્ડ એના હાઇપર-લોકલ પ્રોગ્રામિંગ, ઇનોવેટિવ ડિજિટલ ઇનિશિયેટિવ્ઝ અને ઇવૉલ્વ થયા કરતી કન્ટેન્ટ સ્ટ્રૅટેજીને કારણે ખૂબ જ પ્રતિષ્ઠિત બ્રૅન્ડ બની છે. રેડિયો સિટીની બ્રૅન્ડ પાછલાં વર્ષોમાં રેડિયો ઉપરાંત મલ્ટી-પ્લૅટફૉર્મ એન્ટરટેઇનમેન્ટ પાવરહાઉસ બનવામાં સફળ રહી છે. ડિજિટલ કન્ટેન્ટ, ઑન-ગ્રાઉન્ડ ઍક્ટિવેશન્સ, પોડકાસ્ટ્સ અને મ્યુઝિક IPs દ્વારા લોકોને મનોહર અનુભવ પૂરો પાડીને રેડિયો સિટીએ આ સિદ્ધિ મેળવી છે.

mumbai news mumbai radio city maharashtra news jagran gujarati mid day