રાજેશ ટોપેને ગૃહમંત્રાલયની જવાબદારી સોંપાવાની શક્યતા

22 April, 2022 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ દેશમુખની ધરપકડ થયા બાદ તેમની જગ્યાએ ગૃહ ખાતાની જવાબદારી એનસીપીના જ નેતા દિલીપ વળસે-પાટીલને સોંપવામાં આવી હતી

રાજેશ ટોપે

૧૦૦ કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં સંડોવણી જણાતાં અનિલ દેશમુખની ધરપકડ થયા બાદ તેમની જગ્યાએ ગૃહ ખાતાની જવાબદારી એનસીપીના જ નેતા દિલીપ વળસે-પાટીલને સોંપવામાં આવી હતી. જોકે હવે તેમની પાસેથી પણ એ જવાબદારી પાછી લઈને રાજેશ ટોપેને સોંપવામાં આવી એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

ગઈ કાલે મોટા પાયે આઇપીએસ અધિકારીઓની બદલી થયા પછી ગૃહપ્રધાનની પણ બદલી થશે કે શું એવું ચર્ચાઈ રહ્યું છે.

મહાવિકાસ આઘાડીની સરકાર બની ત્યારે એ ખાતું એનસીપી પાસે રહેશે એમ નક્કી થયું હતું. એથી હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેને એ જવાબદારી સોંપાય એવી ચર્ચા છે. જોકે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કદાચ સીએમ ઉદ્ધવ ઠાકરે પોતાની પાસે જ ગૃહ ખાતું રાખી લે. 

mumbai mumbai news indian politics