રસોઇયા માટે કરોડ, સ્ટાફ અને કૂતરા માટે આટલી મિલકત મૂકી ગયા રતન તાતા, જાણો વિગતે

03 April, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રતન તાતાનો પોતાના જર્મન શેફર્ડ કૂતરા ટીટો પ્રત્યેનો પ્રેમ તેમના વસીયતનામામાં પણ છલકાતો જોવા મળે છે. ટીટોને રતન તાતાએ પોતાના દત્તક લીધેલા જૂના કૂતરાનું જ નામ આપ્યું હતું, તેને માટે 12 લાખ રૂપિયા વસીયતમાં ફાળવ્યા છે.

રતન તાતાની તેમના કૂૂતરા સાથેની ફાઈલ તસવીર

રતન તાતાનો પોતાના જર્મન શેફર્ડ કૂતરા ટીટો પ્રત્યેનો પ્રેમ તેમના વસીયતનામામાં પણ છલકાતો જોવા મળે છે. ટીટોને રતન તાતાએ પોતાના દત્તક લીધેલા જૂના કૂતરાનું જ નામ આપ્યું હતું, તેને માટે 12 લાખ રૂપિયા વસીયતમાં ફાળવ્યા છે.

રતન તાતાનું ગયા વર્ષે ઑક્ટોબરમાં નિધન થઈ ગયું હતું. પણ તેમની ઉદારતાની વાતોની ચર્ચા હજી પણ ચાલી રહી છે. હવે તેમના વસીયતનામામાંથી એક પછી એક અનેક ખુલાસા થઈ રહ્યા છે. રતન તાતાનું વસીયતનામું 23 ફેબ્રુઆરી 2022ના રોજ લખવામાં આવ્યું હતું. તેમના વસીયતનામામાં ઘરગથ્થૂ સ્ટાફ, ઑફિસના કર્મચારીઓ, મિત્રો અને અહીં સુધી કે તેમના પાળેલા કૂતરા ટીટો માટે પણ અમુક રકમ ફાળવવામાં આવી છે. તાતાએ ફક્ત પોતાના નજીકના લોકોને જ આર્થિક સહાય નથી કરી પણ તેમણે લીધેલા ઋણને પણ માફ કરવાના નિર્દેશ એ વીલમાં આપવામાં આવ્યા છે.

સ્ટાફ માટે રૂ. ૩.૫ કરોડથી વધુ
રતન તાતાએ તેમના ઘર અને ઑફિસ સ્ટાફ માટે લગભગ 3.5 કરોડ રૂપિયા ફાળવી રાખ્યા છે. આમાં તેમના લાંબા સમયથી રસોઈયા રહેલા રાજન શૉને 1 કરોડ રૂપિયા (51 લાખ રૂપિયાની લોન માફી સહિત), બટલર સુબ્બૈયા કોનારને 66 લાખ રૂપિયા (36 લાખ રૂપિયાની લોન માફી સહિત) અને ડ્રાઇવર રાજુ લિયોનને 19.5 લાખ રૂપિયા (18 લાખ રૂપિયાની લોન માફી સહિત)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમના સેક્રેટરી ડેલનાઝ ગિલ્ડરને 10 લાખ રૂપિયા, તાતા ટ્રસ્ટના કન્સલ્ટન્ટ હોશી ડી માલેસરાને 5 લાખ રૂપિયા, અલીબાગ બંગલાના કૅરટેકર દેવેન્દ્ર કાટમોલુને 2 લાખ રૂપિયા અને પર્સનલ આસિસ્ટન્ટ દીપ્તિ દિવાકરણને 1.5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

તાતાએ તેમના વસિયતનામામાં એ પણ નિર્દેશ આપ્યો હતો કે તેમની મિલકતમાંથી ૧૫ લાખ રૂપિયા એવા ઘરકામ કરનારા નોકરોમાં વહેંચવામાં આવે જેઓ તેમની સાથે સાત વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા હતા. આ સાથે, પાર્ટ-ટાઇમ હેલ્પર અને કાર ક્લીનર્સને 1 લાખ રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. તેમના બે પટાવાળા, ગોપાલ સિંહ અને પાંડુરંગ ગુરવને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે બીજા એક મદદગાર સરફરાઝ દેશમુખનું ૨ લાખ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું હતું.

પાળેલા કૂતરા ટીટો માટે ૧૨ લાખ રૂપિયા
રતન તાતાનો તેમના જર્મન શેફર્ડ કૂતરા ટીટો પ્રત્યેનો પ્રેમ તેમના વસિયતનામામાં પણ પ્રતિબિંબિત થાય છે. ટીટો માટે ૧૨ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેને તાતાએ તેમના અગાઉના કૂતરાના નામે દત્તક લીધો હતો. આ રકમમાંથી, દર ક્વાર્ટરમાં 30,000 રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની સંભાળ રાખવાની જવાબદારી તેમના રસોઈયા રાજન શૉને સોંપવામાં આવી છે.

મિત્રો અને પાડોશીઓ પ્રત્યે ઉદારતા
તાતા પોતાના મિત્રો અને પાડોશીઓને પણ ભૂલ્યા ન હતા. તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુએ કૉર્નેલ યુનિવર્સિટીમાંથી MBA માટે લીધેલી 1 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી. આ ઉપરાંત, તેમના પાડોશી જેક મેલેટ, જે હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રેટ એન્ડ વ્હીટની સાથે કામ કરે છે, તેમની યુકેમાં વોરવિક બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી રૂ. 23.7 લાખની લોન પણ માફ કરવામાં આવી હતી. તાતાની સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ (શૅર અને રિયલ એસ્ટેટ સિવાય) તેમના ભૂતપૂર્વ તાજ કર્મચારી મોહિની દત્તાને આપવામાં આવ્યો છે.

અંતિમ સંસ્કાર ખર્ચ
રતન તાતાએ તેમના વસિયતનામામાં એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ડેક્સ, પોલો, બ્રુક્સ બ્રધર્સ, બ્રિઓની સુટ્સ અને હર્મેસ ટાઈ જેવા તેમના બ્રાન્ડેડ કપડાં NGO દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. આ સાથે, તેમના અંતિમ સંસ્કાર અને સંબંધિત ખર્ચ તેમની મિલકતમાંથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તાતાએ વસિયતનામામાં ઘણા નિયમો લાગુ કર્યા
તાતાના વસિયતનામામાં તેમની બે સાવકી બહેનો શિરીન જહાંગીર જીજીભોય અને ડાયના જીજીભોય (જેમને તેમની બાકી રહેલી મિલકતનો ત્રીજો ભાગ મળશે), મિત્ર મેહલી મિસ્ત્રી (જેમને અલીબાગ બંગલો આપવામાં આવશે), અને તાતા ટ્રસ્ટના ટ્રસ્ટી ડેરિયસ ખંભટ્ટાનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત, સેશેલ્સમાં તેમની 85 લાખ રૂપિયાની જમીન સિંગાપોરમાં નોંધાયેલા ફંડ, RNT એસોસિએટ્સને આપવામાં આવી છે. ફંડના શૅરધારકોમાં તાતા ટ્રસ્ટના ભૂતપૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી આર વેંકટરામન અને તાતા ટેક્નોલોજીના ભૂતપૂર્વ સીઈઓ પેટ્રિક મેકગોલ્ડ્રિકનો સમાવેશ થાય છે.

ratan tata tata trusts tata tata group mumbai news mumbai