OC ન હોય એવાં બિલ્ડિંગોને રાહત, BMCએ OC આપવા માટે SOP જાહેર કરી

11 September, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૬ની ૧૭ નવેમ્બર પહેલાં ઑક્યુપાય થયાં હોય એવાં બિલ્ડિંગો માટે સ્પેશ્યલ યોજના

પ્રતીકાત્મક તસવીર

ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) મેળવ્યા વિના જ ઑક્યુપાય કરી લેવામાં આવ્યાં હોય એવાં ૨૦૧૬ની ૧૭ નવેમ્બર પહેલાંનાં બિલ્ડિંગોને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત રેસિડેન્શિયલ બિલ્ડિંગ, હૉસ્પિટલ, સ્કૂલ જેમણે OC નથી મેળવ્યું પરંતુ બાકીની બધી જ પરવાનગીઓ હોય એમને OC આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે એ માટે BMCએ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) બહાર પાડી છે. 

SOPમાં OC મેળવવા માટે કયું બિલ્ડિંગ પાત્ર છે અને એની પાસે કઈ-કઈ પરવાનગીઓ હોવી જોઈએ એની વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત OC આપવામાં આવે એ પહેલાં BMCના અધિકારીઓ દ્વારા બિલ્ડિંગની તપાસ કરીને બધી જ વિગતો મેળવવામાં આવશે. SOP મુજબ આવા બિલ્ડિંગ પાસે ઇન્ટિમેશન ઑફ ડિસઅપ્રૂવલ (IOD), અપ્રૂવ્ડ પ્લાન, ડેવલપમેન્ટ-કન્સ્ટ્રક્શન પરમિશન વગેરે હોવાં જરૂરી છે. એવા યુનિટ્સ જેમનો કાર્પેટ એરિયા ૮૦ સ્ક્વેરમીટર સુધી હોય, આ સિવાય આ યોજના માટે પાત્ર બનવા માટે બિલ્ડિંગ પાસે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (CC) પણ હોવું જરૂરી છે. આ બધા જ દસ્તાવેજો BMC અધિકારીઓ સમક્ષ રજૂ કરવાના રહેશે. ફક્ત પઝેશન કે પછી ઑક્યુપેશનના આધારે બિલ્ડિંગ OC મેળવવાપાત્ર નહીં બને.

આવાં બિલ્ડિંગો અપાત્ર
જેમની પાસે પહેલેથી જ OC છે
જરૂરી પરવાનગીઓ વગર બનાવાયેલાં બાંધકામો
યોગ્ય IOD ન હોય એવાં બિલ્ડિંગો
મંજૂર કરાયેલો પ્લાન ન હોય એવાં બિલ્ડિંગો

mumbai news mumbai brihanmumbai municipal corporation real estate