✕

નરીમાન પૉઇન્ટના વાય.બી. ચવાણ સેન્ટર પાસે મફલરવાળું રહસ્યમય હો‌ર્ડિંગ લગાવીને રો‌હિત પવારે કર્યો સવાલ

15 November, 2026 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ પવારની પાર્ટીના આ ‌વિધાનસભ્ય આવતી કાલે ૪ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સમાં ધડાકો કરશે

હો‌ર્ડિંગ

રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામ્યા એ સંદર્ભે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર અવારનવાર શંકા ઊભી કરતા હોય છે. હાલ નરીમાન પૉઇન્ટ ખાતે આવેલા તેમની પાર્ટીના મુખ્યાલય નજીક વાય.બી. ચવાણ સેન્ટર પાસે એક હો‌ર્ડિંગ લગાડવામાં આવ્યું છે જેમાં એક હૅન્ગર પર મફલર લટકતું જોવા મળે છે. સાથે જ લખેલું છે કે અજિતદાદાના અકસ્માત/ષડ‍્યંત્ર પાછળ રહેલા લોકોને બચાવનાર નેતા કોણ?

રોહિત પવાર આ બાબતે આવતી કાલે સાંજે ૪ વાગ્યે વાય.બી. ચવાણ સેન્ટર ખાતે એક પત્રકાર-પરિષદ લેવાના છે અને આ પ્રકરણમાં મોટા ખુલાસા કરવાના છે. અજિત પવારના ઍક્સિડન્ટ પછી પણ અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે એવો દાવો કરતા રોહિત પવારે આ કેસના સૂત્રધાર અને સંબંધિત નેતાઓને પોતે ઉઘાડા પાડશે એવો દાવો કર્યો છે.

mumbai news mumbai rohit pawar nationalist congress party ajit pawar