મુંબઈના ખેલૈયાઓ માટે ફાઇવસ્ટાર હોટેલમાં રૉયલ નવરાત્રિની મોજ રાતે ૧.૩૦ વાગ્યા સુધી

17 September, 2025 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુરભિ ગ્રુપ દ્વારા આયોજિત રૉયલ રાસ 2025 સહારા સ્ટાર હોટેલ વિલે પાર્લે-ઈસ્ટમાં યોજાવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

સુરભિ ગ્રુપ દ્વારા આયોજિત રૉયલ રાસ 2025 સહારા સ્ટાર હોટેલ વિલે પાર્લે-ઈસ્ટમાં યોજાવાનો છે. આ નવરાત્રિમાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા Beat’s-16ના તુષાર સોન‌િગ્રાના તાલે નિકિતા વાઘેલા હીંગુ, અર્ચના મહાજન, દિલેશ દોશી, મનોજ પરમાર પોતાના સૂરોથી ધૂમ મચાવશે. રાતે ૧.૩૦ વાગ્યા સુધી ખેલૈયાઓ શાંતિથી મોકળાશભરી જગ્યામાં આનો આનંદ લઈ શકશે. જાજરમાન મખમલી કાર્પેટ, ઍર-કન્ડિશનર ડબલ હાઇટવાળો લક્ઝરી બૅન્ક્વેટ, હાઇફાઇ સાઉન્ડ સિસ્ટમમાં ખેલૈયાઓને મોજ પડી જશે. એનું આયોજન ઉદયન શાહ, રીટા પ્રીતેશ હરિયા, આર્ચી ખિલાણી, રાજેશ જોશી, જય વોરા અને તુષાર સોન‌િગ્રા દ્વારા કરવામાં આવ્યું છે. 

mumbai news mumbai navratri vile parle festivals culture news