04 May, 2026 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ભારત (BH) સિરીઝ હેઠળ નોંધાયેલાં વ્હીકલ માટે કડક ચેતવણી રજૂ કરવામાં આવી છે. જે વ્હીકલ-ઓનરે નિર્ધારિત સમયમર્યાદામાં રોડ-ટૅક્સની ચુકવણી નથી કરી તેમણે હવે દરરોજ ૧૦૦ રૂપિયા લેખે દંડ ચૂકવવો પડશે. જો આ ટૅક્સ આખું વર્ષ ન ભરવામાં આવે તો દંડની રકમ વધીને વાર્ષિક આશરે ૩૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. મુંબઈના તાડદેવ, બોરીવલી અને અંધેરી જેવા મુખ્ય RTO વિસ્તારોમાં અત્યારે ૧૦,૦૦૦થી વધુ વાહનો BH સિરીઝ હેઠળ નોંધાયેલાં છે. ૨૦૨૧માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનામાં દર બે વર્ષે રોડ-ટૅક્સ ભરવાની જોગવાઈ છે જેનો મુખ્ય હેતુ સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓની ઇન્ટર સ્ટેટ બદલી વખતે ફરીથી વ્હીકલ-રજિસ્ટ્રેશન કરાવવાની માથાકૂટ ઘટાડવાનો છે. જોકે ઘણા વ્હીકલ-ઓનર સમયસર ટૅક્સ રિન્યુ કરાવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી RTOએ આકરું વલણ અપનાવ્યું છે.