20 July, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ, દોઢીવાલા જૈનભવનના ઉપક્રમે નંદુભવનમાં પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યમાં સાધ્વીજી પૂ. ચંદનાજી મ.સ., પૂ. શિવાનીજી મ.સ.નો ચાતુર્માસપ્રવેશ ધર્મોલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ, દોઢીવાલા જૈનભવનના ઉપક્રમે નંદુભવનમાં પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યમાં સાધ્વીજી પૂ. ચંદનાજી મ.સ., પૂ. શિવાનીજી મ.સ.નો ચાતુર્માસપ્રવેશ ધર્મોલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
આ પ્રસંગે ગુરુદેવે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતાં કહ્યું હતું કે ‘દરેક કાર્યકર્તાએ એવું કામ કરવું કે પ્રત્યેકના દિલમાં સ્થાન મળે. પોતાના આત્માને લાભ થાય એવી ઇચ્છા કરો. શબ્દોથી વ્યક્તિને મપાય છે. શબ્દો જોખી-જોખીને બોલો.’
શ્રી પી. એમ. ફાઉન્ડેશન પ્રકાશિત દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ની વિમોચનવિધિ માલિની સંઘવી, અમીષા વોરા, જુલી શાહ, રાહુલ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી.
કામળી, નવકાર કળશ, માળા, સાધર્મી ભક્તિનાં લાભાર્થી અવીરા સિદ્ધાર્થ વોરા, હરીશ અને ટીનેશ બાટવિયા, નીલેશ વઘાણી, તરુબેન અશોક ભાયાણી હતાં. પાંજરાપોળ ગૌમાતા ઘાસચારા સંગ્રહ કક્ષનો લાભ દાતાઓએ લીધો હતો.