10 April, 2025 08:27 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent
મંદિરને મળેલું રોકડ રકમનું દાન ગણતા સાંઈબાબા સંસ્થાના કર્મચારીઓ.
ભગવાન શ્રી રામના જન્મદિવસે એટલે કે રામનવમીએ શિર્ડીના સાંઈબાબા મંદિરમાં અઢી લાખ ભક્તોએ દર્શન કરીને પાંચ કરોડ રૂપિયાનું દાન નોંધાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિત્તે પાંચથી ૭ એપ્રિલ દરમ્યાન ત્રણ દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસમાં ભક્તોએ સાંઈબાબાના મંદિરની તિજોરી છલકાવી દીધી હતી.
સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકારી અધિકારી મિરાજ દરાડેએ રામનવમીના સમયે મંદિરમાં કેટલા ભક્તોએ દર્શન કર્યાં હતાં અને તેમના દ્વારા કેટલું દાન મળ્યું હતું એની માહિતી ગઈ કાલે જાહેર કરી હતી.
ભંડારા અને પ્રસાદસેવામાં રેકૉર્ડ
શ્રી સાંઈ પ્રસાદાલયમાં ૧,૬૧,૫૨૯ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો. ૧,૭૬,૨૦૦ શ્રદ્ધાળુઓને ફ્રીમાં બુંદીના પ્રસાદનાં પૅકેટ વિતરિત કરવામાં આવ્યાં. ૩,૬૩,૦૭૪ લાડુના પ્રસાદનાં પૅકેટના વેચાણથી ૭૨,૬૧,૪૮૦ રૂપિયાની મંદિરને આવક થઈ.
૧,૬૭,૮૯,૦૭૮ - મંદિરની દાનપેટીમાં આટલી રોકડ રકમ જમા થઈ
૭૯,૩૮,૮૩૦- દાનના કાઉન્ટર પર આટલા રૂપિયા પ્રાપ્ત થયા
૪૭,૧૬,૮૦૦ - VIP દર્શન અને આરતીના પાસમાંથી આટલા રૂપિયા પ્રાપ્ત થયા
૧,૨૪,૧૫,૨૧૪ -VIP ઑનલાઇન માધ્યમ (ચેક, કાર્ડ અને UPI)થી આટલા રૂપિયાનું દાન મળ્યું
૮૩.૩૦૦ - ૬,૧૫,૭૮૨ રૂપિયાની કિંમતનું આટલા ગ્રામ સોનું પ્રાપ્ત થયું
૨૦૩૦.૪૦૦ - ૧,૩૧,૪૭૮ રૂપિયાની કિંમતની આટલા ગ્રામ ચાંદી પ્રાપ્ત થઈ