દલિતનો હક છીનવી નકલી સર્ટિફિકેટ પર સમીર વાનખેડેએ નોકરી મેળવીઃ નવાબ મલિક

26 October, 2021 12:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડે પર બૉલિવૂડ સહિતના હસ્તીઓની ફોન ટેપ કરવાનો પણ આક્ષેપ કર્યો છે.

નવાબ મલિક

ડ્રગ્સ કેસ (Drugs case) મામલે આર્યન ખાન (Aryan khan)ની ધરપકડ થયા બાદ એનસીબી ઝોનલ ઓફિસર સમીર વાનખેડે (Sameer wankhede) પણ ચર્ચામાં છે.  હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે  મંગળવારે એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે એનસીબી ઓફિસર સમીર વાનખેડે પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. 

નવાબ મલિક (Nawab malik)એ સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે ` હું ખાતરી સાથે ફરી વાર કહી રહ્યો છું કે વાનખેડેએ નકલી બર્થ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ પર નોકરી મેળવી છે.  એક વ્યક્તિ જો નકલી કાગળોના આધાર પર નોકરી મેળવે છે, કયાંક ને કયાંક તે તેનાથી એક દલિત માણસ જે ઝૂંપડીમાં રહી અથવા સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને વાંચે છે, તેમનો હક છિનવાય છે.`

મલિકે કહ્યું કે અમારી પાસે જે બર્થ સર્ટિફિકેટ છે તે અસલી છે. મુંબઈમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન સર્ચ કરીને મેળવી શકાય છે. વાનખેડેની બહેનનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન છે, પરંતુ વાનખેડેનું પ્રમાણપત્ર ઓનલાઈન ઉપલબ્ધ નથી.

મલિકે કહ્યું કે તમામ દલિત સંગઠનો મારી સાથે વાત કરી રહ્યા છે અને આ પ્રમાણપત્ર અંગે સ્ક્રુટિની કમિટી સમક્ષ તેમની ફરિયાદ નોંધાવશે અને માંગણી કરશે કે દલિતના અધિકારો છીનવીને છેતરપિંડી કરીને તેમને સરકારી નોકરી મળી. આ માટે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

એનસીપીના નેતા નવાબ મલિકે સોમવારે વાનખેડેનું પ્રમાણપત્ર શેર કરીને દાવો કર્યો હતો કે તે મુસ્લિમ છે, જે તેણે હવે સાચું સાબિત કર્યું છે. તેણે વાનખેડે પર નકલી જાતિ પ્રમાણપત્ર મેળવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે જન્મ પ્રમાણપત્રની નકલ શેર કરી. દાવો કરવામાં આવ્યો હતો કે આ જન્મ પ્રમાણપત્ર સમીર વાનખેડેનું છે. જેમાં પિતાનું નામ `ડેવિડ કે. વાનખેડે` લખવામાં આવ્યું છે. જેમાં ધર્મની જગ્યાએ `મુસ્લિમ` લખવામાં આવ્યું છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નવાબ મલિકે જણાવ્યું હતું કે, `સમીર વાનખેડેએ મારી પુત્રી નિલોફરનો CDR (કોલ ડિટેઈલ રેકોર્ડ) માંગ્યો હતો. જોકે, મુંબઈ પોલીસે તેમને આપવાનો ઈન્કાર કર્યો હતો. મારી પાસે માહિતી છે કે સમીર વાનખેડે, બે ખાનગી વ્યક્તિઓ દ્વારા કોલ ઈન્ટરસેપ્ટ કરે છે. મારા ફોન પણ ટેપ કરવામાં આવ્યા હતા. વાનખેડે બૉલિવૂડ સેલેબ્સ સહિત ટોચની હસ્તીઓના ફોન ટેપ કરે છે.`

mumbai mumbai news nationalist congress party NCB Narcotics Control Bureau