✕

લોહીના કૅન્સરની સારવાર કરાવી રહેલાં બુઝુર્ગ મહિલાને આર્થિક સહાયની અપીલ

31 October, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમને મદદ કરવા આર્થિક સહાયની અપીલ કરવામાં આવી છે. તેમને મદદ અનિલ ચાચરના મોબાઇલ નંબર 97027 30539 પર GPay દ્વારા મોકલી શકાશે.

કુસુમ ચાચર

મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ૬૭ વર્ષનાં કુસુમ ચાચરને લોહીનું કૅન્સર હોવાનું તપાસમાં ડૉક્ટરોને જણાઈ આવ્યું છે. તેમના બોન મૅરોની ચકાસણીમાં એ બાબત જણાઈ આવી હતી. ડૉક્ટરોએ તેમને હૉસ્પિટલમાં દાખલ કરીને વિવિધ રિપોર્ટ પણ કઢાવ્યા છે. એ પછી હાલ સારવાર માટે દર અઠવાડિયે એક એવાં ૪ ઇન્જેક્શન આપવાનો કોર્સ સજેસ્ટ કર્યો છે. એક ઇન્જેક્શન અંદાજે ૬૦૦૦ રૂપિયાથી ૭૦૦૦ રૂપિયાનું આવે છે. તેમના પરિવાર માટે એ કૉસ્ટ્લી પડી રહ્યાં છે. તેમના દીકરા અનિલ ચાચર એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે. એથી તેમને માતાની સારવાર કરાવવામાં આર્થિક સંકડામણ પડી રહી છે. તેમને મદદ કરવા આર્થિક સહાયની અપીલ કરવામાં આવી છે. તેમને મદદ અનિલ ચાચરના મોબાઇલ નંબર 97027 30539 પર GPay દ્વારા મોકલી શકાશે.

nair hospital cancer gujarati mid day digital payment health tips mumbai news mumbai