નવી મુંબઈ ઍરપોર્ટની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સના હવાલે

30 October, 2025 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)એ બુધવારે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA)ની સુરક્ષાનો ચાર્જ સંભાળ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)એ બુધવારે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA)ની સુરક્ષાનો ચાર્જ સંભાળ્યો હતો. ૮ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થયા બાદ NMIA હવે ઑપરેશન માટે સજ્જ થઈ રહ્યું છે. બુધવારે CISFના જવાનોને ઔપચારિક રીતે ઍરપોર્ટને સુરક્ષા પૂરી પાડવા માટે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એમાં ઍક્સેસ કન્ટ્રોલ અને ઍરપોર્ટ પરિસરની સુરક્ષા, સર્વેલન્સ અને ઇમર્જન્સી રિસ્પૉન્સની વિવિધ જવાબદારીનો સમાવેશ થાય છે. નવી મુંબઈ ઍરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમમાં લગભગ CISFના ૨૦૦ જવાનોને રાઉન્ડ-ધ-ક્લૉક સુરક્ષા-કામગીરી શરૂ કરવા માટે ચાર્જ સોંપાયો હતો. શરૂઆતના તબક્કામાં ૯૦૦ કર્મચારીઓને ઍરપોર્ટ સેફ્ટી માટે તહેનાત કરવામાં આવશે. આ સંખ્યા તબક્કાવાર વધારીને ૧૮૦૦ કરવામાં આવશે.

mumbai news mumbai navi mumbai airport navi mumbai mumbai police