Seher Shaikh Controversy: દિવસભર નૉટ રિચેબલ રહેલી મુંબ્રાની નગરસેવિકા ‘ગેમ ઓવર’ કહીને નીકળી વાનખેડેમાંથી!

17 April, 2026 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Seher Shaikh Controversy: નગરસેવિકાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં વિરોધીઓને સંબોધીને `ગેમ ઓવર` લખ્યું હતું.

સેહર શેખ અને તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી સ્ટોરીમાંથી સ્ક્રીન શૉટ

Seher Shaikh Controversy: બનાવટી જાત પ્રમાણપત્રને લઈને મુંબરાની એમઆઈએમ પાર્ટીની નગરસેવિકા સેહર શેખ હાલમાં ચર્ચામાં આવી છે. વહીવટી કાર્યવાહીના ડરથી છેલ્લા ૨૪ કલાકથી સેહર શેખ નોટ રિચેબલ હોવાનું જાણવા મળ્યું હતું પણ તે મુંબઈના વાનખેડેમાં આઈપીએલ મેચની મોજ માણતી જોવા મળી. નગરસેવિકાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેડિયમનો વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં વિરોધીઓને સંબોધીને `ગેમ ઓવર` લખ્યું હતું.

`ગેમ ઓવર` લખીને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી કરી પોસ્ટ

સેહર શેખે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Seher Shaikh Controversy) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.  વીડિયો શેર કરતાં સેહર શેખે "ગેમ ઓવર` એવું પણ લખ્યું હતું. તે ઉપરાંત સહરે લખ્યું હતું કે, તુને ના જાના તેરે જાને સે ક્યા ક્યા હુંઆ, કિતની કહાની બની કિતના તમાશા હુઆ... જાને તું કેસી હોગી... એવું સોન્ગ પણ તેણે વિડીયો સાથે પોસ્ટ કર્યું છે. જોકે ગેમ ઓવર અને આ સોન્ગથી બધા ચોંકી ગયા હતા.

સેહર શેખ પર કયા આરોપ મૂકવામાં આવ્યા છે?

સેહર શેખ (Seher Shaikh Controversy) પર આરોપ મૂકવામાં આવ્યા હતા કે તે મૂળ ઉત્તર પ્રદેશની વતની છે છતાં ફૅક દસ્તાવેજોના આધારે તેણે ચૂંટણી લડી હતી. આ મુદ્દે વાત કરીએ તો  ફરિયાદી સિદ્દીકી અહેમદે થાણે સબ-ડિવિઝનલ અધિકારીની કચેરીમાં જઈને ફરિયાદ કરી હતી. સેહર શેખના પિતા યુનિસ ઇકબાલ શેખ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી છે.  ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કર્યા પછી અધિકારીઓને ખોટું કહ્યું હતું અને ફૅક દસ્તાવેજો રજૂ કરીને અન્ય પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ સાથે જ ફરિયાદકર્તાએ કહ્યું હતું કે સ્થળાંતર કરનારાઓ માટે જરૂરી `સેમ્પલ 10` ને બદલે `સેમ્પલ 8` નો ઉપયોગ કરીને આખી સિસ્ટમને ગેમરમાર્ગે દોરવામાં આવી હતી. આ પ્રમાણપત્રના આધારે સેહર શેખે મુંબ્રા વોર્ડ નં. 30થી ચૂંટણી લડી હતી અને તે જીતી પણ  ગઈ હતી.

દરમિયાન, થાણેના તહસીલદારને મળેલી ફરિયાદ પર 18 માર્ચે યોજાયેલી સુનાવણીમાં બીમારીનું કહીને યુનુસ ગેરહાજર રહ્યા હતા. જો કે, સુનાવણીમાં હાજર તેમના વકીલોએ જાતિ પ્રમાણપત્રની રંગીન ફોટોકોપી અને કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ મામલે ફરીથી 23 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. થાણેના તહસીલદારએ શેખના જાતિ પ્રમાણપત્રમાં ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે, અને સેહર શેખે થાણેના રહેવાસી હોવા છતાં મુંબઈ શહેર કલેક્ટરની ઓફિસમાંથી જાતિ પ્રમાણપત્ર શા માટે મેળવ્યું તે અંગે શંકા વ્યક્ત કરી છે.

સેહર શેખ (Seher Shaikh Controversy) હાલમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમઆઈએમના કોર્પોરેટર છે.  જાન્યુઆરી 2026ની ચૂંટણીમાં તેઓ થાણેના મુંબ્રા વિસ્તારના વોર્ડ નંબર 30માંથી જીત્યા હતા.  ચૂંટણી પ્રચાર દરમિયાન સેહર શેખ અને તેના પિતા યુનુસ શેખે મુંબ્રા ખાતે શરદ પવાર જૂથના સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડની જોરદાર ટીકા કરી હતી. 

 

mumbai news mumbai mumbra political news maharashtra political crisis thane municipal corporation thane instagram social media