શરદ પવાર લગ્નમાં આવે તે માટે કાર્યકર્તાએ દીકરાના લગ્નનું સ્થળ બદલી નાખ્યું

21 April, 2025 06:57 AM IST  |  Solapur | Gujarati Mid-day Online Correspondent

Sharad Pawar Attends Party Worker Son’s Wedding: નેતા શરદ પવાર આ કાર્યકરના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી અને કપલને આશીર્વાદ પણ આપ્યા હતા. આ લગ્ન સમારોહની તસવીર શરદ પવારે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (પૂર્વે ટ્વિટર) પર શૅર કરી હતી.

કાર્યકરના દીકરાના લગ્નમાં પહોંચ્યા શરદ પવાર (તસવીર: X)

કાર્યકરો પોતાના નેતા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, એવું આપણે આ ઘણી વાર જોયું છે. તાજેતરમાં જ એવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. પંઢરપુરમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ ચંદ્ર પવાર તેમની પાર્ટીના એક કાર્યકર્તાએ એક અનોખું કામ કર્યું. શરદ પવાર તેમના દીકરાના લગ્નમાં હાજરી આપે તે માટે આ કાર્યકરે પોતાનું લગ્નનું સ્થળ જ બદલી નાખ્યું હતું. નેતા શરદ પવાર આ કાર્યકરના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી અને કપલને આશીર્વાદ પણ આપ્યા હતા. આ લગ્ન સમારોહની તસવીર શરદ પવારે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (પૂર્વે ટ્વિટર) પર શૅર કરી હતી.

લગ્ન સમારોહનું આયોજન પંઢરપુરની એક હૉટેલમાં કરવામાં આવ્યું હતું. શરદ પવાર સહિત પાર્ટીના ઘણા નેતાઓ વરરાજા અને કન્યાને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા. સોલાપુર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના મહાસચિવ રવિ પાટીલના મોટા પુત્ર આનંદ અને પ્રેરણાના લગ્ન સમારોહ આજે બોરગાંવમાં યોજાવાનો હતો. લગ્ન સમારોહમાં વરિષ્ઠ નેતા શરદ પવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, શરદ પવારના પહેલાથી જ વ્યસ્ત સમયપત્રકને કારણે, રવિ પાટીલના વતનમાં લગ્ન સ્થળે પહોંચવું શક્ય નહોતું. આ કારણસર કાર્યકર્તાએ દીકરાના લગ્નનું સ્થળ જ બદલી નાખ્યું જેથી તેમના નેતા લગ્નમાં હાજરી આપી શકે અને કન્યા અને વરરાજાને શુભકામનાઓ આપી શકે.

વાદીના સોલાપુર સેક્રેટરી રવિ પાટીલે છેલ્લી ઘડીએ તેમના ગામમાં આયોજિત લગ્ન સમારોહનું સ્થળ બદલી નાખ્યું અને શરદ પવારની સુવિધા માટે સમારોહને પંઢરપુરમાં ખસેડ્યો હતો. આ લગ્ન સમારોહ માટે શરદ પવાર ખાસ હૅલિકૉપ્ટર દ્વારા પંઢરપુર પહોંચ્યા હતા. બપોરે ૧૨ વાગ્યે, તેઓ તેમના કાર્યકર્તાના પુત્રના લગ્ન સ્થળે ગયા અને વરરાજા અને કન્યાને આશીર્વાદ આપ્યા.

હાલમાં આ લગ્નની ચર્ચા બધે થઈ રહી છે કારણ કે કાર્યકરોએ તેમના પુત્રના લગ્ન સમારોહનો સમય અને સ્થળ બદલ્યો છે જેથી નેતા હાજર રહી શકે અને તેમના પુત્ર અને તેમની કન્યાને આશીર્વાદ આપી શકે. આ સમારોહમાં શરદ પવાર, વિજયસિંહ મોહિતે પાટીલ, ધૈર્યશીલ મોહિતે પાટીલ, ઉત્તમ જાનકર, હર્ષવર્ધન પાટીલ, અભિજિત પાટીલ, નારાયણ આબા અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ લગ્નમાં હાજરી આપ્યા બાદ શરદ પવારે લગ્નની તસવીર તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું “પાર્ટીના સોલાપુર જિલ્લા ગ્રામીણ કાર્યકારી પ્રમુખ શ્રી. રવિન્દ્ર શાહજીરાવ પાટીલના પુત્ર આનંદ પાટીલ અને પ્રેરણા ડોંગરે પાટીલ લગ્નમાં હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ વખતે મારા જૂના સાથીદાર શ્રી વિજયસિંહ મોહિતે-પાટીલ, સાંસદ શ્રી. ધૈર્યશીલ મોહિતે-પાટીલ, ધારાસભ્ય શ્રી. અભિજીત પાટીલ અને ભૂતપૂર્વ મંત્રી શ્રી. હર્ષવર્ધન પાટીલ પણ હાજર રહ્યા હતા."

sharad pawar congress pandharpur solapur maharashtra news maharashtra