દેશમાં 100 કરોડ કોવિડ-૧૯ રસીકરણ ડોઝનો દાવો ‘ખોટો’ : શિવસેના સાંસદ સંજય રાઉત

24 October, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શનિવારે મહારાષ્ટ્રના નાસિકમાં પાર્ટીની સભાને સંબોધતા રાઉતે કહ્યું કે તેઓ 100 કરોડ રસીકરણનો દાવો ખોટો હોવાના પુરાવા આપશે.

સંજય રાઉત. ફાઇલ તસવીર

શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે દેશમાં કોવિડ-૧૯ સામે 100 કરોડ રસીના ડોઝના વહીવટનો દાવો “ખોટો” છે અને અત્યાર સુધી પાત્ર નાગરિકોને 23 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા નથી.

શનિવારે મહારાષ્ટ્રના નાસિકમાં પાર્ટીની સભાને સંબોધતા રાઉતે કહ્યું કે તેઓ 100 કરોડ રસીકરણનો દાવો ખોટો હોવાના પુરાવા આપશે.

“તમે કેટલું જૂઠું બોલશો?” રાજ્યસભાના સભ્યએ કોઈનું નામ લીધા વગર પૂછ્યું હતું.

“છેલ્લા પખવાડિયામાં 20 હિન્દુઓ અને શીખો માર્યા ગયા છે. 17 થી 18 સૈનિકો શહીદ થયા છે. ચીન અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં સમસ્યા ઊભી કરી રહ્યું છે, પરંતુ આપણે 100 કરોડ રસીકરણની ઉજવણી કરી રહ્યા છીએ, જે સાચું નથી.” પ્રવક્તાએ દાવો કર્યો હતો.

“આ સંખ્યા કોણે ગણી છે?” તેમણે પૂછ્યું હતું.

મહારાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું કે શિવસેનાના નેતાઓ પાયાવિહોણા દાવા કરવા ટેવાયેલા છે.

“100 કરોડ રસીકરણ પર રાઉતની ટિપ્પણી હાસ્યાસ્પદ છે, જ્યારે આંકડા સ્પષ્ટ રીતે આ દર્શાવે છે.” તેમણે કહ્યું હતું.

21 ઑક્ટોબરે, ભારતે કોવિડ-19 સામે તેના રસીકરણ કાર્યક્રમમાં એક મોટો સીમાચિહ્નરૂપ આંકડો હાંસલ કર્યો હતો, જ્યારે દેશમાં રસીના આપવામાં આવેલા ડોઝનો આંક 100 કરોડને વટાવી ગયો હતો અને પરિણામે દેશના ભાગોમાં ઉજવણીના કાર્યક્રમો થયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીમાચિહ્નરૂપ આંકની પ્રશંસા કરી હતી, જે 16 જાન્યુઆરીએ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી નવ મહિનાથી ઓછા સમયમાં હાંસલ કરવામાં આવ્યો હતો.

mumbai mumbai news sanjay raut shiv sena