આફતાબની આજે નાર્કો ટેસ્ટ થવાની શક્યતા

28 November, 2022 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફતાબની નાર્કો ટેસ્ટ વખતે પાંચ સભ્યોની ટીમ એ રૂમમાં હાજર રહેશે

ફાઇલ તસવીર

દિલ્હી પોલીસે ઝડપેલા શ્રદ્ધા વાલકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની આજે નાર્કો ટેસ્ટ કરાય એવી શક્યતા છે. ગયા અઠવાડિયે તેની પૉલિગ્રાફ ટેસ્ટ હાથ ધરાઈ હતી. એફએસએલ દ્વારા એ માટે પૂરતી તૈયારીઓ પણ કરાઈ છે.

દિલ્હીના રોહિણીમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં એક ખાસ રૂમ આ ટેસ્ટ માટે અલૉટ કરાયું છે. આફતાબની નાર્કો ટેસ્ટ વખતે પાંચ સભ્યોની ટીમ એ રૂમમાં હાજર રહેશે, જેમાં હૉસ્પિટલના બે ડૉક્ટરો, એક ફિઝિશ્યન અને એક ઍનેસ્થેસિયા આપનાર હશે, જેમાંથી ફિઝિશ્યન આફતાબના શારીરિક પૅરામિટર્સ પર ધ્યાન આપશે. આ સિવાય એફએસએલના બે સાઇકૉલૉજિસ્ટ અને એક ફોટોગ્રાફર પણ હાજર રહેશે. આ આખી ટેસ્ટની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવશે.

એવું કહેવાય છે કે આફતાબને પૉ‌લિગ્રાફ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નો ફરી નાર્કો ટેસ્ટમાં પણ પૂછવામાં આવશે અને ત્યાર બાદ બન્ને ટેસ્ટનાં પરિણામો સરખાવીને તપાસ કરાશે. જો તે કોઈ સવાલના જવાબમાં જુઠ્ઠું બોલ્યો હશે તો એ પણ એમાં સ્પષ્ટ થઈ જશે. 

mumbai mumbai news Crime News mumbai crime news vasai