સરકારી હૉસ્પિટલમાં જન્મેલી બાળકીના નામે સિદ્ધિવિનાયક મંદિર કરશે ૧૦,૦૦૦ રૂપિયાની FD

02 April, 2025 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકીના જન્મને પ્રોત્સાહન આપવા શ્રી સિદ્ધિવિનાયક ભાગ્યલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવશે. મંદિરને ૨૦૨૪-’૨૫માં ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ. ૦૨૪-’૨૫માં મંદિરને ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી અને હવે ૨૦૨૫-’૨૬માં ૧૫૪ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

સિદ્ધિવિનાયક મંદિર

મહિલા આજે પુરુષસમોવડી બની હોવા છતાં સમાજમાં કેટલાક અંશે મહિલાને પુરુષ જેટલું મહત્ત્વ નથી આપવામાં આવતું. મહારાષ્ટ્રમાં બાળકીના જન્મને પ્રોત્સાહન આપવાની સાથે તેને શિક્ષિત કરીને સક્ષમ બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ યોજનાના ભાગરૂપે પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત ગણપતિબાપ્પાના શ્રી સિદ્ધિવિનાયક મંદિરે શ્રી સિદ્ધિવિનાયક ભાગ્યલક્ષ્મી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજનામાં સરકારી હૉસ્પિટલમાં જન્મેલી બાળકીની માતાના નામે મંદિર દ્વારા ૧૦,૦૦૦ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલવામાં આવશે.

૨૦૨૪-’૨૫માં મંદિરને ૧૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી અને હવે ૨૦૨૫-’૨૬માં ૧૫૪ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

siddhivinayak temple prabhadevi mumbai news mumbai maharashtra news