25 March, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈમાં પાણીની વધતી જતી માગણી વચ્ચે BMC ગટરના પાણીને શુદ્ધ કરીને એના વૈકલ્પિક ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહ્યું છે. જોકે આવા પ્રોસેસ કરેલા શુદ્ધ પાણીને લેવા કોઈ તૈયાર ન હોવાથી BMCએ એનો ભાવ ઘટાડવાનું નક્કી કર્યું છે. આ બાબતે આજે સ્થાયી સમિતિમાં પ્રસ્તાવ રજૂ થશે.
અમુક સંસ્થાઓએ કોલાબા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરેલા પાણીના વેચાણને સારો પ્રતિસાદ આપ્યો છે. આ પ્રોજેક્ટની કુલ ક્ષમતા દરરોજ ૩૭ મિલ્યન લીટર છે જેમાંથી ૧૦ મિલ્યન લીટર ફરીથી ઉપયોગ માટે લેવાય છે, જ્યારે દરરોજ ત્રણથી ચાર મિલ્યન લીટર શુદ્ધ કરાયેલું પાણી દરિયામાં છોડવું પડે છે. આ શુદ્ધ કરેલું પાણી બાંધકામ, લૅન્ડસ્કેપિંગ અને સફાઈ જેવા બિન-પીવાલાયક કામ માટે ઉપલબ્ધ છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને વેચાણકિંમત ૨૧ રૂપિયામાંથી ૧૫ રૂપિયા પ્રતિ ૧૦૦૦ લીટર નક્કી કરી છે. ૧૦૦૦ લીટર પાણીનો ઉત્પાદનખર્ચ ૧૨ રૂપિયા છે.