મુંબઈ હુમલામાં શહીદ તુકારામ ઓમ્બેલેના સન્માનમાં તેમના નામ પરથી સ્પાઈડરની નવી પ્રજાતિનું રખાયું નામ

29 June, 2021 03:25 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ હુમલામાં શહીદ થનાર સહાયક સબ ઈન્સ્પેક્ટર તુકારામ ઓમ્બેલેના નામ પરથી મહારાષ્ટ્રમાં મળી આવેલી સ્પાઈડરની નવી પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું છે.

ડાબી બાજુ સ્પાઈડર અને જમણી બાજુ શહીદ તુકારામ ઓમ્બલે

મુંબઇમાં થયેલા આતંકી હુમલાના પડઘા (26/11) હજુ પણ લોકોના મનમાં છે. આ હુમલો પાછળનો સૌથી ભયાનક આતંકવાદી અજમલ કસાબ હતો, જેને મુંબઇ પોલીસમાં સહાયક સબ ઈન્સ્પેક્ટર તુકારામ ઓમ્બેલે જીવતો પકડ્યો હતો અને સાબિત કર્યું હતું કે વાસ્તવિક જીવનમાં પણ નાયકો છે. 

આ સહાયક સબ ઈન્સ્પેક્ટર તુકારામ ઓમ્બેલે(Tukaram Omble)ના સન્માનમાં મહારાષ્ટ્રમાં મળી આવેલી સ્પાઈડરની નવી પ્રજાતિનું નામ તુકારામ ઓમ્બલે રાખવામાં આવ્યું છે, જેણે મુંબઇ 26/11 ના હુમલામાં તેના શરીર પર 23 ગોળીઓ ખાધા પછી આતંકવાદી અજમલ કસાબને જીવંત પકડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સ્પાઈડરનું નામ આઈસિસ તુકારામિ રાખવામાં આવ્યું છે. વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનકારોએ તેમને આ વિશેષ સન્માન આપ્યું છે.

આ વિશે માહિતી આપતાં આઈએફએસ અધિકારીએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, "હજી ઘણી પ્રકૃતિ શોધવાની બાકી છે અને શહીદને માન આપવાનો આ એક સારો રસ્તો છે. જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિ  મળી આવી હતી. શોધકર્તાઓએ શહીદ તુકારામ ઓમ્બેલેના નામ પરથી આ પ્રજાતિનું નામ આઈસિસ તુકારામિ રાખ્યું છે. 

આપને જણાવી દઈએ કે સંશોધનકર્તાઓને તાજેતરમાં મહારાષ્ટ્રમાં સ્પાઈડરની બે જાતિઓ મળી છે, જેમાંથી એકનું નામ જિનેરા ફિન્ટેલાના નામ પરથી કરવામાં આવ્યું છે અને બીજીનું નામ તુકારામ ઓમ્બલેના નામ પરથી આઈસિસ તુકારામિ (Icius Tukarami)રાખવામાં આવ્યું છે.

 

mumbai Mumbai news mumbai terror attacks aarey colony thane mumbai police