હનુમાન ચાલીસા મામલે મુંબઈ પોલીસે આપ્યું નિવેદન, જાણો શું કર્યો દાવો

29 April, 2022 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમરાવતીના સાંસદ નવનીત રાણા(Navneet Rana)અને તેમના પતિ રવિ રાણાની મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ઘરના બહાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાની યોજના સામાન્ય લાગી શકે છે.

સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા

મુંબઈ: મુંબઈ પોલીસે શુક્રવારે એક વિશેષ અદાલતને જણાવ્યું કે અમરાવતીના સાંસદ નવનીત રાણા(Navneet Rana)અને તેમના પતિ રવિ રાણાની મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ઘરના બહાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાની યોજના સામાન્ય લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં આ રાજ્ય સરકારને પડકાર આપવાનું એક મોટું ષડયંત્ર હતું. 

પોલીસે પણ એ દાવો કર્યો થે કે, વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી અને ઠાકરેના રાજનીતિક વિરોધી તેમને `હિન્દુ` વિરોધીના રૂપમાં ગણાવવાના પ્રયાસો કરી રહ્યાં હતા અને એ બતાવવા માંગતા હતા કે વર્તમાન શાસનમાં હિન્દુઓ માટે પોતાના ધર્મનું પાલન કરવું મુશ્કેલ છે.

પોલીસે રાણા દંપતીની જામીન અરજીનો વિરોધ કરતાં વિશેષ લોક ફરિયાદી પ્રદિપ ધરાત દ્રારા દાખલ કરવામાં આવેલા હલફનામામાં આ દાવો કર્યો છે.  રાણા દંપતિની 23 એપ્રિલના રોજ  રાજદ્રોહ અને અન્ય આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. 

સ્પેશિયલ જજ આર. એન. રોકડેએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે જામીન અરજીઓ પર સુનાવણી કરશે. દંપતી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસે કહ્યું કે જો તેઓને જામીન પર છોડવામાં આવે તો આરોપી પુરાવા સાથે ચેડા કરી શકે છે અથવા તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ મુંબઈના કાયમી રહેવાસી ન હોવાથી જામીન આપવામાં આવે તો તેઓ તપાસ અને ટ્રાયલ માટે ઉપલબ્ધ ન હોઈ શકે. પોલીસે તેના સોગંદનામામાં દાવો કર્યો છે કે ભાજપ, જે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી છે, તે વર્તમાન સરકારની વહીવટી નીતિઓનો સખત વિરોધ કરી રહી છે અને હિન્દુત્વ અંગેના તેના વલણ માટે સત્તારૂઢ શિવસેનાની ટીકા કરી રહી છે.

mumbai news mumbai mumbai police bharatiya janata party