વસઈ-વિરારમાં ગેરકાયદે ચાલતી ઑટોરિક્ષાઓ સામે તવાઈ

21 January, 2025 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જરૂરી દસ્તાવેજો વગર દોડતી ૫૦ રિક્ષાઓ જપ્ત કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરાર ટ્રાફિક ડિવિઝન ગેરકાયદેસર ઑટોરિક્ષાઓ પર કડક કાર્યવાહી કરવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે જેને કારણે આ વિસ્તારમાં રિક્ષા-ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાયો છે. આ ઝુંબેશ દરમિયાન વસઈ-વિરારમાં ટ્રાફિક-પોલીસે પ્રગતિનગર, અલકાપુરી અને તુલિંજ રોડ વિસ્તારોમાં લાઇસન્સ, બૅજ, પરમિટ અને પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) પ્રમાણપત્રો સહિતના દસ્તાવેજો વિના ચાલતાં ૫૦ વાહનોને જપ્ત કર્યાં છે.

ટ્રાફિક-પોલીસના વરિષ્ઠ નિરીક્ષક પ્રશાંત લાંઘીના જણાવ્યા પ્રમાણે વસઈ-વિરારમાં શરૂ કરવામાં આવેલી ગેરકાયદેસર રિક્ષાઓ સામેની ઝુંબેશ ચાલુ જ રહેશે. એક અહેવાલ મુજબ વસઈ વિરારમાં ૩૦થી ૪૦ ટકા રિક્ષાઓ જરૂરી દસ્તાવેજો વગર જ ચાલે છે. તેઓ વારંવાર ટ્રાફિક કાયદાનો ભંગ કરે છે. સૌથી વધુ સંખ્યામાં ગેરકાયદેસર રિક્ષાઓ પ્રગતિનગર, અલકાપુરી, મોરેગાંવ, ગાલાનગર, શિર્ડીનગર, તુલિંજ, સંતોષ ભુવન, વસઈ ફાટા અને નાલાસોપારાના આસપાસના વિસ્તારોમાં દોડી રહી છે.

mumbai news mumbai vasai virar city municipal corporation vasai virar