ડૉ. સંપદા મુંડે કેસનો આરોપી સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદને નોકરીમાંથી થયો બરતરફ

06 November, 2025 07:52 AM IST  |  Satara | Gujarati Mid-day Correspondent

આરોપી અને સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદનેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે

ગોપાલ બદને

ફલટણમાં ડૉ. સંપદા મુંડેની આત્મહત્યાના કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદનેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. ૨૩ ઑક્ટોબરે રાતે ફલટણમાં એક હોટેલની રૂમમાં ગળેફાંસો ખાનાર ૨૮ વર્ષની ડૉક્ટરની હથેળી પર સુસાઇડ-નોટ લખેલી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગોપાલ બદનેએ તેના પર ૪ વખત બળાત્કાર કર્યો હતો તેમ જ પ્રશાંત બનકરે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.

સાતારા પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘બદને પર પોતાના પદનો દુરુપયોગ કરીને અનૈતિક, અભદ્ર અને બેજવાબદાર વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેનાં કાર્યોને પોલીસ-અધિકારી માટે અયોગ્ય અને જાહેર વિશ્વાસ માટે જોખમી ગણાવવામાં આવ્યાં છે. અપમાનજનક અને નિંદનીય કાર્ય બદલ બદનેને ૪ નવેમ્બરથી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.’

mumbai news mumbai satara suicide Crime News maharashtra government maharashtra news