06 November, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક્સરસાઇઝ ત્રિશૂલ
ભારતીય સેનાની ત્રણેય પાંખની જૉઇન્ટ ઑપરેશનલ ડ્રિલ એક્સરસાઇઝ ત્રિશૂલના ભાગરૂપે મુંબઈના આકાશમાં પણ સુખોઈ ગરજ્યું હતું. અંધેરી અને જુહુ વિસ્તાર પરથી સુખોઈ-30MKI જેટ પસાર થતાં લોકો માટે કુતૂહલ સર્જાયું હતું. અમુક લોકોએ સોશ્યલ મીડિયા પર સુખોઈનો વિડિયો પોસ્ટ કર્યો હતો જે ટૂંક સમયમાં જ વાઇરલ થયો હતો. ઇન્ડિયન આર્મી, નેવી અને ઍરફોર્સના જૉઇન્ટ ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને ઇલેક્ટ્રૉનિક તથા સાઇબર વેલ્ફેર ઑપરેશન્સ દ્વારા દરેક પડકાર માટે તૈયાર હોવાની ક્ષમતા દર્શાવવા માટે આવી ડ્રિલનું આયોજન કરવામાં આવે છે. ત્રણથી ૧૩ નવેમ્બર સુધી ત્રિશૂલ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે.