Supreme Courtએ આરે કૉલોનીમાં વૃક્ષ કાપવા મામલે અથોરિટી સામે અરજી કરવાની આપી છૂટ

29 November, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉર્ટે (Court) મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRCL)ને ઝાડ અથોરિટી સામે અરજી આપવાની પરવાનગી આપી દીધી છે.

સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)

સુપ્રીમ કૉર્ટે (Supreme Court) મુંબઈની (Mumbai) આરે કૉલોનીમાં (Aarey Coloney) મેટ્રો કાર શેડ (Metro Car shed Project) પ્રૉજેક્ટ માટે 84 ઝાડ કાપવા મામલે નિર્ણય સંભળાવ્યો છે. કૉર્ટે (Court) મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRCL)ને ઝાડ અથોરિટી સામે અરજી આપવાની પરવાનગી આપી દીધી છે.

આરે મેટ્રો કાર શેડ માટે 84 ઝાડ કાપવા સુપ્રીમ કૉર્ટે લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કૉર્ટે મુંબઈ મેટ્રોના વૃક્ષ કાપવા માટે પરવાનગી આપી દીધી છે. સુપ્રીમ કૉર્ટે વૃક્ષ કાપણી પર સ્ટે મૂકવાની ના પાડતા કહ્યું કે, "મુંબઈ મેટ્રો, ટ્રી ઑથૉરિટી પાસે મંજૂરી માટે અરજી આપે. વૃક્ષ કાપણી ટ્રી અથૉરિટીની પરવાનગી હેઠળ રહેશે." આરે મુખ્ય મામલે સુપ્રીમ કૉર્ટ ફેબ્રુઆરીમાં સુનાવણી કરશે.

આ પણ વાંચો : Mumbai Local: વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેન સેવા ખોરવાઈ, ટ્રેનો મોડી થતાં મુસાફરો મુશ્કેલીમાં

SCએ કહ્યું, "આવી પરિયોજનાઓમાં ભારે માત્રામાં પબ્લિક ફંડને લઈને કૉર્ટ ગંભીર અવ્યવસ્થાથી બેખબર રહી શકે નહીં. જો તે બેખબર રહી તો સાર્વજનિક ઇન્વેસ્ટ કરવાની અવહેલના થશે. પર્યાવરણનો વિચાર પણ સંબંધિત છે અને ટકાઉ હોવો જોઈએ." ટેક્નિકલ સમિચિના રિપૉર્ટને પહેલા સ્વીકારવાનો નિર્ણય લેનાર રાજ્ય સરકારે પછી પોતાનો વિચાર બદલી નાખ્યો. મેટ્રો લાઈન 3 માટે મેટ્રો કાર ડેપોને આરેમાં સ્થિત કરવાની પરવાનગી આપવાનો મૂળ નિર્ણય જાળવી રાખવા પર કૉર્ટ દ્વારા સ્ટે મૂકવું શક્ય નથી. આ પહેલા પણ 2144 વૃક્ષ કાપવામાં આવી ચૂક્યા છે. MMRCLના રેમ્પ માટે પણ વૃક્ષ કાપવાની પરવાનગી માટે અરજી કરવા પર પરવાનગી આપવી જોઈએ.

Mumbai mumbai news mumbai metro aarey colony supreme court