Maharashtra Politics:સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેને આપી રાહત, આગામી સુનાવણી 8 ઓગસ્ટે

04 August, 2022 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સીજેઆઈ એનવી રમણાએ કહ્યું કે 8 ઓગસ્ટે ચૂંટણી આયોગમાં તમામ પાર્ટીઓને જવાબ આપવાનો રહેશે. જો પાર્ટીને જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર હોય તો EC તેમને સમય આપવા પર વિચાર કરે.

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે

 

 

ગુરુવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વિશે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે ઉદ્ધવ ઠાકરેને મોટી રાહત આપતા ચૂંટણી આયોગને શિંદે જુથની અરજી પર કોઈ પણ નિર્ણય ન લેવા કહ્યું છે. 

સીજેઆઈ એનવી રમણાએ કહ્યું કે 8 ઓગસ્ટે ચૂંટણી આયોગમાં તમામ પાર્ટીઓને જવાબ આપવાનો રહેશે. જો પાર્ટીને જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર હોય તો EC તેમને સમય આપવા પર વિચાર કરે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે સોમવારે સુનાવણી કરવામાં આવશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે કોર્ટ 8 ઓગસ્ટે નિર્ણય કરશે કે આ મામલાને સુનાવણી માટે 5 જજોની બંધારણીય બેંચ પાસે મોકલનો કે નહીં. 

ધારાસભ્યોની અયોગ્યતા પર આવે નિર્ણય

ધારાસભ્યોની અયોગ્યતાની માંગને લઈ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા CJIએ કપિલ સિબ્બલને પૂછયું કે રાજનીતિક પાર્ટીની માન્યતાનો આ મામલો છે આમાં અમે દખલગીરી કેવી રીતે કરીએ? ચૂંટણી આયોગમાં આ મામલો છે. આના પર સિબલ્લે કહ્યું કે માની લઈએ કે કમીશન આ મામલે કોઈ નિર્ણય આપે છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ અયોગ્યતા પર નિર્ણય લે છે. તો પછી શું થશે? સિંઘવીએ કહ્યું કે પહેલા અયોગ્યતા પર નિર્ણય આવો જોઈએ. 

સિબ્બલે કહ્યું કે 30/40 ધારાસભ્યો કોઈપણ રાજકીય પક્ષ કરી શકે છે અને કહી શકે છે કે તે જ વાસ્તવિક પાર્ટી છે.બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આવા મામલામાં જો કોઈ પક્ષ પંચ સમક્ષ આવે છે તો તે સમયે પંચની ફરજ છે કે તે નક્કી કરે કે અસલી પક્ષકાર કોણ છે?EC દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે એક અલગ બંધારણીય સંસ્થા છીએ. અમે દસ્તાવેજો માંગ્યા છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ છે.

mumbai news maharashtra uddhav thackeray eknath shinde