શિલ્પાની અરજી પર સુપ્રીમની પ્રતિક્રિયા

31 July, 2021 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અદાલતે નોંધ્યું હતું કે વ્યક્તિની પ્રાઇવસીના અધિકાર સાથે અખબારી સ્વાતંત્ર્યનું સંતુલન સાધવું જરૂરી છે.

સુપ્રીમ કૉર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે નોંધ્યું હતું કે બિઝનેસમૅન રાજ કુન્દ્રાની પત્ની અને બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિરુદ્ધ કશું પણ પ્રસિદ્ધ કરવા સામે પ્રતિબંધ ફરમાવતો આદેશ પસાર કરવો અખબારી સ્વતંત્રતા પર તરાપ મારવા સમાન ગણાશે અને એની ઘણી વિપરીત અસરો નીપજશે. સાથે જ અદાલતે જણાવ્યું હતું કે શેને સારું કે ખરાબ પત્રકારત્વ કહી શકાય એની ન્યાયિક મર્યાદા છે.
જોકે જસ્ટિસ ગૌતમ પટેલે ત્રણ વ્યક્તિઓની યુટ્યુબ ચૅનલમાં અપલોડ કરાયેલા ત્રણ વિડિયો ડિલીટ કરવાનો અને એ ફરી અપલોડ ન કરવાનો હુકમ કર્યો હતો, કારણ કે એ વિડિયો ‘બદઇરાદાપૂર્ણ હતા અને મામલાનું સત્ય તપાસવાનો એમાં સહેજ પણ પ્રયાસ કરાયો નહોતો.’
અદાલતે નોંધ્યું હતું કે વ્યક્તિની પ્રાઇવસીના અધિકાર સાથે અખબારી સ્વાતંત્ર્યનું સંતુલન સાધવું જરૂરી છે.
ત્રણ વિડિયોમાં શિલ્પાની નૈતિકતા વિશે ટિપ્પણી કરાઈ હતી અને ઍપ્સ પર પૉર્નોગ્રાફિક સામગ્રીના નિર્માણ અને સ્ટ્રીમિંગને લગતા કેસમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની ધરપકડને પગલે શિલ્પાના બાળ ઉછેરની ગુણવત્તા પર પણ સવાલો ઉઠાવાયા હતા.
અદાલતે શિલ્પા અને તેના પરિવાર વિરુદ્ધ પ્રસિદ્ધ કરાયેલા બદનક્ષીભર્યા લેખો સામે શિલ્પાએ માંડેલા દાવાની સુનાવણી હાથ ધરી હતી.

Mumbai mumbai news