05 February, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એક વર્ષ બાદ સૂરજ ચવાણનો જેલમાંથી છુટકારો થયો હતો. તસવીર : સતેજ શિંદે
કોરોના મહામારીમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ગરીબ અને આધાર વિનાના લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખીચડીનું વિતરણ કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો મામલો પોલીસમાં નોંધાયા બાદ આદિત્ય ઠાકરેના નજીકના નેતા સૂરજ ચવાણને ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપતાં તે જેલની બહાર આવ્યો હતો. જેલની બહાર નીકળ્યા બાદ તે પહેલાં આદિત્ય ઠાકરેને ભેટ્યો હતો અને બાદમાં પરિવાર સાથે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યો હતો. ઉદ્ધવસેનાના નેતા સૂરજ ચવાણની ગયા વર્ષે ૧૭ જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સૂરજ ચવાણના પુત્રનો બર્થ-ડે હતો.