05 October, 2024 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારને સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં (Switzerland Company sends legal notice to Shinde Government) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દરમિયાન હોસ્પિટાલિટી અને કેટરિંગ માટે રૂપિયા 1.58 કરોડની કથિત ચુકવણી ન કરવા બદલ સ્વિસ કંપની દ્વારા તેમને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે હોવાની વાતનો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ 28 ઓગસ્ટના રોજ મળેલી નોટિસમાં કોન્ટ્રાક્ટર SKAAH GmbH એ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) એ પેઢીને રૂ. 1.58 કરોડ ચૂકવ્યા નથી.
MIDC, મુખ્ય પ્રધાન કાર્યાલય, વિદેશ પ્રધાન જયશંકર, WEF અને (Switzerland Company sends legal notice to Shinde Government) અન્યોને સંબોધવામાં આવેલી નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ છે, જ્યારે અગાઉ MIDC દ્વારા રૂ. 3.75 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. સ્વિસ ફર્મે 15-19 જાન્યુઆરીમાં યોજાયેલી WEF દરમિયાન પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓના બિલો સાથે પુરાવા પણ રજૂ કર્યા હતા. MIDCના CEO પી વેલરાસુએ જણાવ્યું કે, “મને આવી કોઈ નોટિસની જાણ નથી. જો કે, MIDC વાઉચર તપાસશે અને જરૂરી કાર્યવાહી કરશે. ગુણદોષના આધારે આ બાબતનો વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.”
રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે (Switzerland Company sends legal notice to Shinde Government) આ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “અમે વધુ પડતો ખર્ચ કર્યો નથી. MVA ધારાસભ્યો જ આ આક્ષેપો કરી રહ્યા છે... અમારી કાનૂની ટીમ આ નોટિસનો જવાબ આપશે અને જોશે કે મુદ્દો શું છે. તેમણે વિરોધ પક્ષો એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) ના નકારાત્મક પ્રતિભાવનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે જેમણે અતિશય બિલનું ચુકવણી તરફ ધ્યાન દોર્યું હતું જે દાવોસ પ્રવાસ પર સરકારના વધુ પડતા ખર્ચની નિશાની હતી.
NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે આ અંગે કહ્યું, "મહારાષ્ટ્ર સરકાર (Switzerland Company sends legal notice to Shinde Government) દ્વારા આવી ઉદ્ધતતા દાવોસ જેવા મંચ પર મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે, જે આંતરરાષ્ટ્રીય રોકાણ માટે મહત્ત્વપૂર્ણ છે અને રોકાણકારોને ખોટો સંદેશો મોકલે છે." સ્વિસ ફર્મ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ મુજબ જ્યારે ડેલિગેશનમાં નિર્ધારિત સંખ્યામાં લોકો માટે કેટલીક સેવાઓ ઉપલબ્ધ હતી, ત્યારે WEF ટીમે તે સંખ્યાને વટાવી દીધી હતી, તેમ છતાં કંપનીએ તમામ માગણીઓ પૂરી કરી હતી.
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચુકવણી કરવામાં નિષ્ફળતાને કારણે સ્વિસ હોસ્પિટાલિટી કંપનીના ક્રેડિટ સ્કોર અને નાણાકીય પરિસ્થિતિને નુકસાન થયું છે. "આ મુદ્દો ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland Company sends legal notice to Shinde Government) વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધોને અસર કરી રહ્યો છે, અને વણઉકેલાયેલી ચુકવણીથી ઉદ્ભવતા કોઈપણ વિવાદો અથવા તકરારને રોકવા માટે તાત્કાલિક નિરાકરણ જરૂરી છે," નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ક્લાયન્ટે કથિત રીતે ઘણા કૉલ્સ કર્યા અને MIDC પ્રતિનિધિઓને મેઇલ કર્યા તેનો કોઈ ફાયદો થયો નહીં.. સ્વિસ ફર્મે આરોપ લગાવ્યો છે કે MIDCએ જાણીજોઈને કંપનીને ચૂકવણી કરવાની તેમની ફરજની અવગણના કરી હતી.