મુંબઈ ઍરપોર્ટની ઍમ્બ્યુલન્સમાં થઈ ટાન્ઝાનિયન મહિલાની ડિલિવરી

12 February, 2026 06:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઍરપોર્ટની મેડિકલ ટીમે ઇમર્જન્સીમાં એક ટાન્ઝાનિયાની મહિલાની ડિલિવરી ઍરપોર્ટ ઍમ્બ્યુલન્સમાં કરાવી હતી

માતા અને બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

મુંબઈ ઍરપોર્ટની મેડિકલ ટીમે ઇમર્જન્સીમાં એક ટાન્ઝાનિયાની મહિલાની ડિલિવરી ઍરપોર્ટ ઍમ્બ્યુલન્સમાં કરાવી હતી. ગઈ કાલે સવારે પાંચ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર ૨૬ વર્ષની ટાન્ઝાનિયન મહિલા મુસાફર આશરે ૩૬ અઠવાડિયાંની ગર્ભવતી હતી અને ઇન્ટરનૅશનલ ટૂ ઇન્ટરનૅશનલ એરિયામાં ટ્રાન્ઝિટ કરતી વખતે તેને લેબર-પેઇન ઊપડ્યું હતું. થોડી જ વારમાં ત્યાં પહોંચેલી ડૉક્ટર્સની ટીમે મહિલાને ઍરસાઇડ ઍમ્બ્યુલન્સમાં ખસેડી. ઍરલાઇન સ્ટાફ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) તથા ટર્મિનલ ઑપરેશન્સ ટીમોએ ઇમિગ્રેશન અધિકારીઓ સાથે મળીને મહિલાને ટેમ્પરરી ટ્રાન્ઝિટ વીઝા અપાવ્યા. સવારે ૫:૪૦ વાગ્યે ઍમ્બ્યુલન્સ ઍરપોર્ટથી હૉસ્પિટલ માટે રવાના થઈ, જેમાં ઍરપોર્ટ મેડિકલ ટીમ અને ઍરલાઇન સ્ટાફ પણ હાજર હતો. જોકે મહિલા હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ ઍમ્બ્યુલન્સમાં બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ માતા અને બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

mumbai news mumbai mumbai airport mumbai police tanzania