નાશિકની TCSના કર્મચારીઓને મુંબઈ કે પુણે શિફ્ટ કરવામાં આવશે

13 April, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓ ધર્મપરિવર્તન માટે પ્રલોભન આપતા હતા અને દબાણ પણ કરવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે

પ્રતીકાત્મક તસવીર

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટરની જાણીતી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાશિકમાં TCSની ઑફિસમાં ૮ મહિલા કર્મચારીઓ દ્વારા જાતીય સતામણી અને બળજબરીથી ધર્મપરિવર્તનના આરોપના પગલે સ્પષ્ટતા કરી છે.

રવિવારે TCSએ જણાવ્યું હતું કે કંપનીએ લાંબા સમયથી કોઈ પણ પ્રકારની હૅરૅસમેન્ટ અને બળજબરી પ્રત્યે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે અને એની નાશિક ઑફિસમાં જાતીય સતામણીમાં સંડોવાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું કન્ફર્મ કર્યું છે. હૅરૅસમેન્ટ અને જાતીય અત્યાચાર સહિત ધર્મપરિવર્તન માટે કરાતા દબાણને પગલે કંપનીના કર્મચારીઓની ધરપકડ થયા બાદ કંપનીએ હાલ પૂરતું એનું નાશિક યુનિટ બંધ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કર્મચારીઓને ઑફિસ આવવાની ના પાડી દેવામાં આવી છે. એવું કહેવાય છે કે કંપની એના બાકીના કર્મચારીઓને મુંબઈ અને પુણેની બ્રાન્ચમાં શિફ્ટ કરશે. હાલમાં કેટલાક કર્મચારીઓ જે પોલીસતપાસમાં મદદ કરે એ જ લોકો કંપનીમાં આવી રહ્યા છે.

સારા પગારની લાલચે યુવતીઓને ધર્માંતરણ કરવાની, નમાજ પઢવાની અને ગૌમાંસ ખાવાની ફરજ પાડવા ઉપરાંત બળાત્કારના આરોપસર કંપનીના ૬ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

mumbai news mumbai nashik pune jobs