મેટ્રો 10 માટે ૧૫ ડિસેમ્બરથી ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે

03 December, 2025 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૩૧ સુધીમાં તૈયાર થનારા આ કૉરિડોરનો ઉપયોગ દરરોજ ૪.૫ લાખથી વધુ મુસાફરો કરે એવો અંદાજ છે.

ફાઇલ તસવીર

થાણેના ગાયમુખથી મીરા-ભાઈંદરના શિવાજી ચોકને જોડતા મેટ્રો 10 પ્રોજેક્ટનું લાંબા સમયથી ખોરવાયેલું કામ હવે વેગ પકડશે. આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર-પ્રક્રિયા ૧૫ ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)માં એક રિવ્યુ મીટિંગ બાદ ગઈ કાલે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ અંગે જાહેરાત કરી હતી.

ગાયમુખ અને શિવાજી ચોકને જોડતા આ પ્રોજેક્ટ અંતર્ગત ૯.૭  કિલોમીટરનો એલિવેટેડ કૉરિડોર ગાયમુખ રેતીબંદર, ચેનાગાવ, વર્સોવાગાવ, કાશીમીરા અને મીરાગાવમાંથી પસાર થશે. એને પગલે ભારે ટ્રાફિક-જૅમની સમસ્યા સહન કરતા ઘોડબંદર રોડનો ટ્રાફિક હળવો થાય એવી સંભાવના છે . ૨૦૩૧ સુધીમાં તૈયાર થનારા આ કૉરિડોરનો ઉપયોગ દરરોજ ૪.૫ લાખથી વધુ મુસાફરો કરે એવો અંદાજ છે.

mumbai news mumbai thane mumbai metro mira road bhayander mumbai transport