Thane: 8 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત; ત્રણ ઝડપાયા

23 October, 2021 09:12 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC)એ મહારાષ્ટ્રના થાણે શહેરમાં રૂ. 8 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે

પ્રતિકાત્મક તસવીર

પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC)એ મહારાષ્ટ્રના થાણે શહેરમાં રૂ. 8 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, એક સૂચનાના આધારે કાર્યવાહી કરીને, થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ANC ટીમે નાસિક-મુંબઈ હાઈવે પર છટકું ગોઠવ્યું હતું અને ઑટો-રિક્ષાને 21 ઑક્ટોબરે અટકાવી હતી. તેમણે કહ્યું કે વાહનની જડતી લેવા પર, પોલીસને જાણવા મળ્યું કે તેમાં સવાર લોકો પાસે 35.9 કિલો ગાંજા છે, જેની કિંમત રૂ. 8.22 લાખ છે, એમ તેમણે જણાવ્યું હતું.

પોલીસે મોહસિન અનીસ શેખ, લાઈકે યુનુસ સિદ્દીકી અને ઓટો-રિક્ષા ચાલક કલીમ સલીમ શેખની ધરપકડ કરી હતી, જેઓ તમામ નાસિકના રહેવાસી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ત્રણેય શખ્સો નસીલા પદાર્થ વેચવા માટે લઈ જતા હતા અને પોલીસ આ પદાર્થના સ્ત્રોત અને કોને વેચવાનો હતો તેની તપાસ કરી રહી છે, એવું જણાવવામાં આવ્યું હતું.

mumbai mumbai news thane thane crime anti-narcotics cell