Thane civic Polls 2026: આજે સાંજે એકનાથ શિંદે થાણેમાં કરશે શક્તિપ્રદર્શન- જાણી લો રૉડ-શોની ડિટેલ્સ

05 January, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane civic Polls 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે થાણેમાં લોકો સાથે જાહેર સંપર્ક માટે મુલાકાત લેવાના છે. સાંજે તેમનો થાણેમાં રૉડ-શો આયોજિત કરાયો છે. કેટલાક મેઇન રૉડ પર ટ્રાફિકની અવરજવરને પણ અસર થાય તેવી શક્યતા છે.

એકનાથ શિંદે

Thane civic Polls 2026: આવનારી થાણે મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એ વચ્ચે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે થાણેમાં લોકો સાથે જાહેર સંપર્ક માટે મુલાકાત લેવાના છે. આજે સાંજે તેમનો થાણેમાં રૉડ-શો આયોજિત કરાયો છે. તેમના રૉડ-શો દરમિયાન કેટલાક મેઇન રૉડ પર ટ્રાફિકની અવરજવરને પણ અસર થાય તેવી શક્યતા છે. ટ્રાફિક અધિકારીઓએ એકનાથ શિંદેના રૉડ-શોના રૂટની વિગતો જારી કરી છે અને લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે બહાર નીકળો તે પહેલાં યોગ્ય પ્લાન બનાવવા જણાવ્યું છે. એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાના ઘણા કાર્યકરો અને સ્થાનિક લોકો પણ મોટા પ્રમાણમાં ભેગા થાય એવી સંભાવના છે.

રૉડ-શોમાં કયા કયા એરિયા આવરી લેવામાં આવશે?

એકનાથ શિંદેના રૉડ-શોના પ્લાનની વાત કરવામાં આવે તો તેઓ પવન કદમ સાથે રૉડ-શો (Thane civic Polls 2026) શરૂ કરવાના છે, તેમનો રૉડ-શો ચેન્દની કોલીવાડામાં રાઘોબા શંકર રૉડ પરથી શરૂ થવાનો છે. અહીંથી શરૂ થનારો તેમનો રૉડ-શો દેશી નાકા ખાતે ભવાની ચોક તરફ આગળ વધશે. જ્યાં સુધીર કોકાટે દ્વારા વ્યવસ્થાઓની દેખરેખ રાખવામાં આવનાર છે. ત્યારબાદ આ રૉડ-શો આગળ વધતાં ચંદનવાડી નાકા અને સિદ્ધેશ્વર તળાવ શાખા ખાતે પણ થોભશે, જ્યાં રાજેશ મોરે અને નારાયણ પવાર દ્વારા કૉઓર્ડિનેશન કરવામાં આવશે અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ત્યારબાદ આ રૉડ-શોના આગળના તબક્કાની વાત કરીએ તો અશોક વૈતી અને અનિલ ભોર તેમની સાથે જોડાશે અને તેમની સાથે એકનાથ શિંદે જ્ઞાનેશ્વર નગર શંકર મંદિર ચોક ખાતે પહોંચશે. ત્યારબાદ દિલીપ બાર્ટક્કેના લોકમાન્ય નગર ડેપો વિસ્તારમાં આગળ વધશે. આ રૉડ-શો ભીમનગર અને વર્તક નગરમાંથી પણ પસાર થશે, જ્યાં રાજેન્દ્ર ફાટક તૈયારીઓની દેખરેખ રાખી રહ્યા છે.

એકનાથ શિંદેના રૉડ-શોના અંતિમ તબક્કાની વાત કરીએ તો તેમાં માનપાડા અને મનોરમા નગરને આવરી લેવામાં આવશે. આ બંને એરિયામાં મીનાક્ષી શિંદે દ્વારા મેનેજમેન્ટ સંભાળવામાં આવી રહ્યું છે. આવનારી ચૂંટણીઓને (Thane civic Polls 2026) ધ્યાનમાં રાખતાં આ સમગ્ર આયોજનમાં સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. આમ, પાયાના સ્તરે પક્ષ સંગઠનને મજબૂત કરવા અને પ્રાદેશિક વિકાસના મુદ્દાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કેટલા વાગ્યે આ રૉડ-શો શરૂ થવાની સંભાવના છે?

થાણે મહાપાલિકાની ચૂંટણી (Thane civic Polls 2026) માટે એકનાથ શિંદે આજે સાંજે રૉડ-શો માટે આવવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આયોજન આજે સાંજે પાંચ વાગ્યા પછી શરૂ થવાનું છે. આજે તેમના આ રૉડ-શોમાં શિંદે જૂથની શિવસેનાના અનેક કાર્યકરો ભાગ લે તેવી શક્યતા છે. મોટા પ્રમાણમાં શક્તિપ્રદર્શનનું આયોજન અહીં કરાયું છે. તેમના રૉડ-શો દરમિયાન નોકરીથી ઘરે પાછા ફરી રહેલા લોકોને અડચણ થવાની પણ શક્યતા છે. રાત્રે મોડે સુધી આ પ્રચારયાત્રા જારી રહેવાની સંભાવના છે. કોઈને પણ અગવડ ન પડે તેની માટે ટ્રાફિક પોલીસે રૂટની વિગતો જારી કરી છે અને મુસાફરોને એ પ્રમાણે જ અગાઉથી યોજના બનાવવાની સલાહ આપી છે.

mumbai news mumbai thane municipal corporation thane eknath shinde shiv sena maharashtra political crisis political news bmc election