10 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાંથી ચોંકાવનારા સમાચાર (Thane Crime) મળી રહ્યા છે. અહીં મુંબ્રામાં ૧૦ વર્ષની કુમળી વયની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તેટલું જ નહીં આ બાળકીને બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આ મામલે ૧૯ વર્ષીય તરુણની ધરપકડ કરવામાં આવી છે.
૧૦ વર્ષની બાળકીનું યાઈઊન શોષણ કરી બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધી
મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ આ મામલે જણાવ્યું હતું કે ૨૦ વર્ષીય તરુણ રાત્રે 9:30 વાગ્યે પીડિતાને રમકડાં બતાવીને તેના એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેનું યૌન શોષણ પણ કર્યું હતું. આ સાથે જ ૧૦ વર્ષની માસૂમને બાથરૂમમાં આવેલી બારીમાંથી નીચે ફેંકી દીધી હતી.
બાથરૂમની નળીમાં અટવાયેલ બૉડી મળી આવી
Thane Crime: આ સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો સોમવારની રાત્રે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ સ્થાનિક લોકોએ ઠાકુરપાડા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની ફર્સ્ટ ફ્લોરના એપાર્ટમેન્ટના બાથરૂમમાંથી નળીની તપાસ કરી હતી. તપાસ કરતાં જ આ નળીમાંથી ૧૦ વર્ષની બાળકીની ડેડ બૉડી મળી આવી હતી. સ્થાનિકો ગભરાઈ ગયા હતા. તરત જ સ્થાનિકોએ પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી ત્યારબાદ આ ૧૦ વર્ષની બાળકીની બૉડીને નળીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
રમકડાં આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું
Thane Crime: પોલીસે શરૂઆતમાં તો આ આખી ઘટનાને આકસ્મિક મૃત્યુ ગણાવી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની વાતનો ખુલાસો થયો હતો. પોલીસે બળાત્કાર અને હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ૨૦ વર્ષીય યુવક સાથે આ ૧૦ વર્ષની માસૂમ રમી રહી હતી ત્યારે આ નરાધમે તેને રમકડાં આપવાનું વચન આપીને તેના એપાર્ટમેન્ટમલાઈ ગયો હતો જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
મૂળ બિહારનો રહેવાસી છે આ આરોપી
પોલીસે શંકાસ્પદોની ધરપકડ કરવાનું શરૂ કરતાં આસિફ મન્સુરી તરીકે ઓળખાતા આરોપીને બિલ્ડિંગના છઠ્ઠા માળેથી દબોચી લેવામાં આવ્યો હતો. બીજી એક છોકરીએ પોલીસને આ આરોપીની ભાળ આપી હતી અને કહ્યું હતું કે આ એ જ નરાધમ છે જેણે તેની ફ્રેન્ડને વધુ રમકડાં આપવાની લાલચ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે સતત પૂછપરછ બાદ આ આરોપીએ ગુનાની કબૂલાત (Thane Crime) કરી હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં મન્સૂરી રહેતો હતો ત્યાં છોકરીના કેટલાક કપડાં પણ મળી આવ્યા હતા. મૂળ આ આરોપી બિહારનો રહેવાસી છે અને આજીવિકા મેળવવા મુંબ્રા આવ્યો હતો.