કલ્યાણમાં ૧૭ દિવસના બાળકને માબાપે એક લાખ રૂપિયામાં વેચી દીધું

18 October, 2025 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાંથી એક પુત્ર હોવાથી બીજા પુત્રની સંભાળ લઈ શકે એમ ન હોવાનો આરોપી દંપતીનો દાવો

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણના દંપતીને એક પુત્ર હતો અને એ પછી બીજા પુત્રનો જન્મ થયો હતો. ત્યાર પછી આ દંપતીએ લીધેલા પગલાએ સૌને ચોંકાવી નાખ્યા હતા. માત્ર ૧૭ દિવસના નવજાત શિશુને માબાપે એક લાખ રૂપિયામાં વેચી દીધું. આ બાબતે કલ્યાણ પોલીસે ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

કલ્યાણ તાલુકાના એક ગામના દંપતીએ ૧૪ ઑક્ટોબરે રાયગડ જિલ્લાના દંપતીને પોતાનો પુત્ર વેચી દીધો હોવાનું પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. નવજાત શિશુનાં માતાપિતાને પહેલેથી જ ચાર વર્ષનો પુત્ર હતો અને તેઓ બીજા બાળકની સંભાળ રાખી શકે એમ ન હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું. અગાઉ ગર્ભપાતને કારણે મહિલાની તબિયત સારી ન રહેતી હોવાનો પણ આરોપી દંપતીએ દાવો કર્યો હતો.

રાયગડના દંપતીએ આ બાળક એક લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. ત્યાર બાદ આ ગેરકાયદે હ્યુમન ટ્રાફિકિંગનો બનાવ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ધ્યાનમાં આવ્યો હતો. હાલમાં આ  બાળકને બચાવી લેવાયું હતું અને દંપતીને શોધીને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

kalyan raigad mumbai police Crime News mumbai crime news mumbai mumbai news thane thane crime