Thane Fire News: નવા વર્ષે થાણેના દમાણી એસ્ટેટમાં આગ ફાટી, કોઈ જાનહાનિ નહીં

01 January, 2025 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Fire News: ખાલી મકાનની છત અને કાટમાળ સુધી આ આગ સીમિત હોવાના અહેવાલ છે. કોઈ જાનહાનિ પણ થઈ નથી.

ફાઇલ તસવીર

આજે નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે મુંબઈમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે. આજે સવારે સુમારે 07:33 વાગ્યાની આસપાસ થાણેના દમાની એસ્ટેટમાં આગ લાગવાની ઘટના (Thane Fire News) બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને એલબીએસ રોડ, થાણે પર સ્થિત આ સ્થળે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. 

કોઈ જાનહાનિ થઈ નથી 

અત્યારે પ્રાપ્ત અહેવાલો અનુસાર દત્ત મંદિર નજીક એક ખાલી મકાનની છત અને કાટમાળ સુધી આ આગ સીમિત હોવાના અહેવાલ છે. આ આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હોઈ કોઈ જાનહાનિ ન થયાનાં પણ અહેવાલ છે.

ઝડપથી આગ પર કાબૂ મેળવી લેવાયો 

થાણેમાં લાગેલી આ આગ (Thane Fire News)  વિષે જે માહિતી મળી છે તે અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગના અગ્નિશામકો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ સાથે આ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. એક ફાયર વ્હીકલ અને એક રેસ્ક્યુ વ્હીકલ સાથે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વળી, સદનસીબે આ ઘટનાસ્થળે કોઈ જાનહાનિ થઈ ન હતી. 

ફાયર (Thane Fire News)  અને રેસ્ક્યુ કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના સંયુક્ત પ્રયાસોને કારણે સવારે 07:50 વાગ્યે આગ ઓલવાઈ ગઈ હતી. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, અને જાહેર સલામતી માટે વધુ કોઈ ખતરો નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

હાજી અલીમાં શોપિંગ સેન્ટરમલગી હતી આગ 

આ સાથે જ એક બીજી આગની ઘટના (Thane Fire News)  વિષે વાત કરવામાં આવે તો હજી અલી સ્થિત હીરા પન્ના શોપિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી. જોકે, આ ઘટનામાંપણ કોઈ જાનહાનિ થઈ નહોતી. 

મુંબઈના હાજી અલી નજીક પંડિત મદનમોહન માલવિયા માર્ગ પર સ્થિત હીરા પન્ના શોપિંગ સેન્ટરમાં રવિવારે સવારે લેવલ-01માં આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) ના અહેવાલ મુજબ, સવારે 9:09 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર બે બંધ દુકાનો સુધી જ સીમિત રહી હતી.

એક માળના શોપિંગ સેન્ટરના ભોંયતળિયે ગાઢ ધુમાડો જોવા મળ્યો હતો. ઈમરજન્સી સેવાઓએ તાત્કાલિક કાંગીતિ બજાવી હતી. ચાર મોટર પંપ સાથે જોડાયેલ એક નાની હોઝ લાઇન અને બે ઉચ્ચ દબાણ પ્રાથમિક સારવાર લાઇનનો ઉપયોગ કરીને આગ બુઝાવવાના પ્રયત્નો તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા હતા.

આ ઘટના (Thane Fire News) ના સંબંધમાં હજુ સુધી કોઈને ઈજા થઈ થઈ હોવાના અહેવાલ નથી. અધિકારીઓએ હજુ સુધી આગનું કારણ શું છે તે જાહેર કર્યું નથી.

હીરા પન્ના શોપિંગ સેન્ટર દક્ષિણ મુંબઈમાં જાણીતું રિટેલ હબ છે, જેમાં વિવિધ પ્રકારની દુકાનો આવેલી છે. અહીં વધુ નુકસાન અથવા જાનહાનિ અટકાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ઝડપી પગલાં લેવામાં આવ્યા તે સરાહનીય છે.

mumbai news mumbai thane fire incident mumbai fire brigade