Thane: મીરા રોડ રેલવે સ્ટેશન પર મહિલાની છેડતી કરનાર ઝડપાયો

24 September, 2021 07:57 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના રેલવે સ્ટેશન પર એક મહિલાની છેડતી કરવાના આરોપસર 21 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના રેલવે સ્ટેશન પર એક મહિલાની છેડતી કરવાના આરોપસર 21 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

વરિષ્ઠ નિરીક્ષક સચિન ઇંગાવાલેએ જણાવ્યું હતું કે, વસઇ રેલવે પોલીસે આરોપી રાજુ પપ્પુ યાદવની કલમ 354 (A) (કોઈપણ મહિલા પર હુમલો કરવો અથવા બળનો ઉપયોગ કરવો) અને IPC ની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા બુધવારે સાંજે (22 સપ્ટેમ્બર) મીરા રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભી હતી, ત્યારે આરોપીએ તેની છેડતી કરી હતી અને તેની સામે વાંધાજનક ઇશારા કર્યા હતા. અધિકારીએ ઉમેર્યું કે, મહિલાએ તરત જ એલાર્મ વગાડ્યો હતો, ત્યાર બાદ પછી પ્લેટફોર્મ પરના લોકોએ આરોપીને પકડ્યો અને તેને રેલવે પોલીસને સોંપ્યો હતો.

mumabi news mumbai thane thane crime mumbai crime news mira road