ગ્રામીણ થાણેમાં ગુનાખોરી અટકાવવા અને ટ્રૅફિકને મૅનેજ કરવા પોલીસને મળી ત્રીજી આંખ

19 March, 2025 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોની સુરક્ષા માટે કુલ ૪૫૦૦ CCTV કૅમેરા બેસાડવામાં આવવાના છે જેમાંથી ૧૧૨૧ તો ઇન્સ્ટૉલ થઈ પણ ગયા છે

ગ્રામીણ થાણેમાં ગુનાખોરી અટકાવવા અને ટ્રૅફિકને મૅનેજ કરવા પોલીસને મળી ત્રીજી આંખ

થાણેના ગ્રામીણ વિસ્તારમાં લોકોની સુરક્ષા જાળવવા પોલીસે ૪૫૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડવાનો નિર્ણય લીધો છે. CCTV કૅમેરાના આ નેટવર્કથી પોલીસને રિયલ ટાઇમ ક્રાઇમની જાણ થઈ શકશે. સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (કોંકણ રીજન) સંજય દરાડેએ ગઈ કાલે આ સંદર્ભે ‘એક CCTV આપલ્યા સુરક્ષેસાઠી’ અભિયાનને લૉન્ચ કર્યું હતું. તેમણે CCTV સર્વેલન્સ પર ભાર મૂકતાં કહ્યું હતું કે એના કારણે ગુના ઓછા થશે, કેસ ઝડપથી ઉકેલી શકાશે, ટ્રૅફિક-મૅનેજમેન્ટ પણ સારી રીતે થઈ શકશે અને ઓવરઑલ લોકોની સુરક્ષામાં વધારો થશે.
ઑલરેડી ૧૧૨૧ કૅમેરા લગાડાઈ ગયા છે અને આવનારા સમયમાં એમાં વધારો કરવામાં આવશે એટલું જ નહીં, કન્ટ્રોલ-રૂમમાં ૧૦ મૉનિટર રાખીને એના પર ટ્રેઇન્ડ પોલીસ-કર્મચારીઓ સતત નજર રાખી જ રહ્યા છે. ચેઇન-સ્નૅચિંગની સંભવિત ઘટનાઓ, ટ્રાફિક-જૅમ અને ગુનેગારો અપરાધ કરીને ભાગવા જે રૂટ આપનાવતા હોય છે એના પર હવે ઝીણવટભરી નજર રાખી શકાશે.  
એક વાર આખું નેટવર્ક કાર્યરત થઈ જશે એ પછી સર્વેલન્સનો ડેટા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા ઍનલાઇઝ કરવામાં આવશે. સંજય દરાડેએ કહ્યું હતું કે ‘ભવિષ્યમાં સર્વેલન્સ ડેટા ઍનલાઇઝ કરવામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મહત્ત્વનો ભાગ ભજવશે. અમે એવાં ટૂલ વિકસાવવા માગીએ છીએ કે સિસ્ટમમાં અમે રીઢા ગુનેગારો અને નિયમ તોડનારાઓની ઇમેજ ફીડ કરી રાખીશું જેથી એ લોકોને અમે ટ્રૅક કરી શકીએ.’  

થાણેમાં પોલીસને ગાંજો ભરેલો ટેમ્પો મળી આવ્યો

થાણેના રેતીબંદર-શિલફાટા રોડ પર મુમ્બ્રા પોલીસને નધણિયાતો ટેમ્પો પાર્ક કરેલો મળી આવ્યો હતો. તપાસ કરતાં એમાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ચકાસણી કરીને કિંમત કઢાવતાં અંદાજે ૬.૫૨ લાખ રૂપિયાનો ગાંજો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ગાંજો કોણે મગાવ્યો હતો, ટેમ્પોનો માલિક કોણ છે, એનો ડ્રાઇવર કોણ છે જેવી વિગતો મુમ્બ્રા પોલીસ કઢાવી રહી છે. 

mumbai news mumbai thane crime thane mumbai police