08 December, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગડકરી રંગાયતન અને ડૉ. કાશીનાથ ઘાણેકર ઑડિટોરિયમ બાદ થાણેને હવે ત્રીજું મોટું ઑડિટોરિયમ મળશે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની હદમાં તૈયાર થયેલા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પૂરા થવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવશે. એ સમયે નવા ઑડિટોરિયમનું ભૂમિપૂજન કરવાની તૈયારી હોવાનું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ઘોડબંદર રોડ પર વાઘબીળ ખાતે ૭૩૫૦ ચોરસ મીટર વિસ્તારમાં એક અત્યાધુનિક ઑડિટોરિયમ બનાવવામાં આવશે. આ ઉપરાંત થાણેમાં ૬૭ કૂવાઓને પુનર્જિવિત કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અનેક સ્મશાનગૃહોનું સુંદરીકરણ કરવામાં આવ્યું છે. બાળાસાહેબ ઠાકરે ડિજિટલ અૅક્વેરિયમ વિકસાવવામાં આવી રહ્યું છે અને વિવિધ સ્થળોએ નવા જૉગિંગ-ટ્રૅક બનાવવામાં આવ્યા છે. આ તમામ પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ ટૂંક સમયમાં એનું લોકાર્પણ થશે.’