થાણેમાં લૂંટના ઇરાદે થયું ટેમ્પો-ડ્રાઇવર પર ફાયરિંગ

08 August, 2022 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેમ્પો-ડ્રાઇવરને હુમલામાં ઈજા થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં લૂંટના ઇરાદે એક વાહન પર ત્રણ-ચાર શખસોની ટોળકીએ ફાયરિંગ કરતાં ટેમ્પો-ડ્રાઇવરને ઈજા થઈ હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. શનિવારે સાંજે ભિવંડી-ખારગાંવ રૂટ પર આ ઘટના બની હતી. આરોપીઓએ ટેમ્પો આંતરીને એના પર ફાયરિંગ કર્યું હતું. વાહનને લૂંટવામાં નિષ્ફળ જતાં તેઓ નાસી છૂટ્યા હતા એમ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ જિતેન્દ્ર અઘરકરે જણાવ્યું હતું.

ટેમ્પો-ડ્રાઇવરને હુમલામાં ઈજા થઈ હતી. ત્યાંથી પસાર થયેલા લોકો તેને બચાવીને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ ગયા ગયા હતા, જ્યાં તેને સારવાર અપાઈ હતી. પોલીસે આઈપીસીની કલમ ૩૯૩ અને ૩૪ અને આર્મ્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ મામલે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

mumbai mumbai news thane