CSMT પર છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટૅચ્યુ મૂકવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે: મુખ્ય પ્રધાન

10 December, 2025 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે ‘ઑલરેડી એ હેરિટેજ સ્ટ્રક્ચરના રિનોવેશનનો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શિવસેના (UBT)ના વિધાનસભ્ય ભાસ્કર જાધવ દ્વારા ગઈ કાલે વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં મુંબઈની ઓળખ સમાન સેન્ટ્રલ રેલવેના ટર્મિનસને મહારાજનું નામ તો આપ્યું, પણ તેમનું સ્ટૅચ્યુ ત્યાં મુકાવું જોઈએ એ ક્યારે મુકાશે?

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે ‘ઑલરેડી એ હેરિટેજ સ્ટ્રક્ચરના રિનોવેશનનો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ અંતર્ગત જ છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટૅચ્યુ પણ ત્યાં મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે ઑલરેડી આ માટેનો નિર્ણય લઈ લીધો છે. એ માટે રાજ્ય સરકારે ફરીથી પ્રસ્તાવ મોકલવાની જરૂર નથી. CSMTના રીવૅમ્પના માસ્ટર-પ્લાનમાં એ બાબતને સમાવી લેવાઈ છે.’

mumbai news mumbai devendra fadnavis indian government chhatrapati shivaji maharaj terminus csmt shivaji maharaj maharashtra government