મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાથી પૉઝિટિવિટી એક ટકો થઈ

31 July, 2021 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૮૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૩૨ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા. 

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૨,૨૮૫ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી એક ટકો પૉઝિટિવિટી સાથે ૩૨૩ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૭ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાંથી ૩ દરદી ૪૦થી ૬૦ વર્ષના અને બાકીના ૪ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૮૮૦ થયો છે. ગઈ કાલે ૩૬૬ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૪,૪૩૫ કેસમાંથી ૭,૧૧,૦૭૩ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૫૦૮૨ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર ૧૪૩૪ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા પાંચ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૫૫ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૮૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૩૨ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા. 
રાજ્યના આંકડા સાથે કરાયેલા રીકન્સિલિએશન મુજબ કુલ કેસમાંથી ૧૩૯૩ દરદીનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે, જ્યારે મુંબઈના મૃતકોમાં વધુ ૬૫ દરદીઓ સામેલ કરવામાં આવ્યા છે.

Mumbai mumbai news