28 October, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યના આરોગ્યપ્રધાન સોમવારે એક મશીન દર્શાવતા નજરે પડે છે. તસવીર : રિતિકા ગોંધળેકર
પબ્લિક હેલ્થ સિસ્ટમમાં દવાની ક્વૉલિટીની તપાસને મજબૂત બનાવવાના હેતુથી મહારાષ્ટ્ર સરકારે ૮ ડ્રગ ક્વૉલિટી ડિટેક્ટર મશીનો ખરીદ્યાં છે જે આ ટેક્નૉલૉજી અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ મશીનનો ઉપયોગ લગભગ પચાસ દેશોમાં થઈ રહ્યો છે.
રાજ્યના હેલ્થ મિનિસ્ટર પ્રકાશરાવ આબિટકરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ મશીનો દવાઓની ક્વૉલિટી ઍનૅલિસિસમાં મદદ કરી શકે છે. એમાં ગોળીઓ, સિરપ અને સિરિન્જમાં વપરાતા પ્રવાહી ફૉર્મ્યુલેશનનો સમાવેશ થાય છે. આ ટેક્નૉલૉજી રાજ્યની દવાની ક્વૉલિટીની દેખરેખને મજબૂત બનાવશે અને સંભવિત રીતે હલકી ગુણવત્તાવાળી દવાઓ ઓળખવામાં મદદ કરશે. દરેક મશીનની કિંમત ૧.૨ કરોડ રૂપિયા છે.