09 November, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC)એ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે સ્ટાર પ્રચારકોની સંખ્યા ૨૦થી વધારીને ૪૦ કરી છે. મહારાષ્ટ્ર સ્ટેટ પૉલિટિકલ પાર્ટી રજિસ્ટ્રેશન, રેગ્યુલેશન ઍન્ડ ઇલેક્શન સિમ્બૉલ (રિઝર્વેશન ઍન્ડ અલૉટમેન્ટ) ઑર્ડર, ૨૦૨૫ના છવ્વીમા પૅરેગ્રાફમાં સ્ટાર પ્રચારકો વિશેની જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ જોગવાઈઓ અને રાજકીય પક્ષોની માગણીઓને ધ્યાનમાં રાખીને સ્ટાર પ્રચારકોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું SECએ જણાવ્યું છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ૧૪ ઑક્ટોબરે SEC સાથે બેઠક કરીને સ્ટાર પ્રચારકો વધારવાની માગણી કરી હતી.
નવા સુધારા મુજબ રાજકીય પક્ષોએ હવે સંબંધિત ચૂંટણીઓ માટે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જે-તે જિલ્લા કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનરને સબમિટ કરવાની રહેશે.