29 December, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેઇએમ હૉસ્પિટલ
મહારાષ્ટ્ર સરકારે સરકારી હૉસ્પિટલોમાં ડિજિટલ ઑટોપ્સી-સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલ મુંબઈની KEM હૉસ્પિટલ અને જે. જે. હૉસ્પિટલથી શરૂ થશે અને તબક્કાવાર રીતે
બીજી હૉસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે. આ નવી સર્વિસથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઇમેજિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પોસ્ટમૉર્ટમ થઈ શકશે અને મૃતદેહ પર ચીરા પણ નહીં પાડવા પડે.
કેવી રીતે કામ કરશે
AI આધારિત ડિજિટલ ઑટોપ્સી શરીરની અંદરના અવયવોની તપાસ કરવા અને મૃત્યુનું કારણ નક્કી કરવા માટે CT સ્કૅન, MRI અને હાઈ-રેઝોલ્યુશન ઇમેજિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરશે.
હૉસ્પિટલોમાં તૈયારી શરૂઆ બાબતે KEM હૉસ્પિટલના ફૉરેન્સિક મેડિસિન વિભાગે ડિજિટલ ઑટોપ્સી માટે પ્રપોઝલ રજૂ કરેલું હોવાનું જાણવા મળ્યું હતું. જે. જે. હૉસ્પિટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડની કામગીરી શરૂ કરી દીધી હોવાની માહિતી મળી હતી.