પાંચમી જૂને પાટા ડૅમેજ થયેલા જણાયા હતા, પણ કંઈ કર્યું નહીં અને ૯ જૂને પાંચ જણના જીવ ગયા

05 November, 2025 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ટ્રૅક ડૅમેજ હોવા છતાં એનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી દુર્ઘટના

૯ જૂને મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી દુર્ઘટનામાં આરોપી ઠેરવાયેલા બે એન્જિનિયરોને અકસ્માતના ૪ દિવસ પહેલાં પાંચમી જૂને જ આ સ્ટ્રેચના પાટામાં ખામી જણાઈ હતી. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ટ્રૅક ડૅમેજ હોવા છતાં એનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા આ કેસની તપાસ દરમ્યાન અમુક જગ્યાએ પાટામાં કરાયેલું વેલ્ડિંગ નીકળી ગયેલું જણાયું હતું અને અમુક જગ્યાએ પાટા ઊંચા-નીચા હોવાનું પણ જણાયું હતું. આ ઉપરાંત ટ્રેનોની જોખમી સ્પીડ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સેન્ટ્રલ રેલવેની બેદરકારી છતી થઈ હતી.

mumbai news mumbai mumbra mumbai crime news indian railways mumbai local train train accident